Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ ગ્રંથનાં નામ ૩૮૫ પ્રાકૃત ગ્રંથનાં નામો સંસ્કૃતમાં યોજવાને મુખ્ય પ્રસંગ તો સંસ્કૃત ભાષામાં રચાતી કૃતિમાં તેને નામોલ્લેખ કરવાની આવશ્યકતાને આભારી હોય એમ જણાય છે. દાખલા તરીકે ૧૧ અંગોનાં નામો તત્ત્વાર્થસૂત્ર (અ. ૧, સે. ૨૦) ના ભાષ્યમાં સંસ્કૃતમાં નિર્દેશાયેલાં છે. કેટલીક વાર પ્રાકત કૃતિઓનું સંસ્કૃત નામકરણ લોક-માનસને પણ આભારી હોય એમ ભાસે છે. કેટલીક વાર ગુજરાતી કૃતિઓને પ્રાકૃત નામોથી કે તેને અંશથી સંકલિત કરેલી જોવાય છે. જેમ કે વિવિધ સજઝાયો. સંજઝાયને અર્થ ઈતર સંપ્રદાયવાળાને સમજાવવાના ઉદ્દેશથી કે અન્ય કોઈ કારણથી એનું સંસ્કૃત રૂપ “ સ્વાધ્યાય પ્રચલિત થતું જોવાય છે. જેમ કે “ભગવતીસૂત્રની સજઝાય ” એમ કહેવાને બદલે “ભગવતીસૂત્રસ્વાધ્યાય” એવો પ્રયોગ કરાયેલે છે . સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી વગેરે ભાષામાં અનુવાદ થાય એ સ્વાભાવિક છે, પરંતુ એક રીતે અપવાદરૂપ ગણાય તેમ દ્રવ્યગુણપર્યાયનો રાસ રૂપકમાળા ઇત્યાદિ ગુજરાતી કૃતિને સંસ્કૃતમાં અનુવાદ થએલો જોવાય છે. એવી રીતે કેટલીક અપભ્રંશ ભાષામાં રચાયેલી કૃતિઓની સંસ્કૃતમાં ટીકા રચાયેલી જોવાય છે. નામમાં પરિવર્તન-કાલાંતરે ગ્રંથનાં નામ બદલાયાં હોવાનાં ઉદાહરણ જૈનસાહિત્યનો ઈતિહાસ પૂરાં પાડે છે. દાખલા તરીકે દસાસુયખંધ સુત્ત (દશાશ્રુતસ્કંધસૂત્ર)ને આઠમાં અધ્યયનનું નામ પજોસણાક૫ (પર્યુષણાકલ્પ) છે. આ નામથી એને ઠાણુંગ (સ્થાનાંગ), સમવાયંગ (સમવાયાંગ) વગેરે આગમમાં નિર્દેશ થયેલ છે, તેમ છતાં વખત જતાં એનું નામ કલ્પસૂત્ર રૂઢ બનેલું જોવાય છે. પ્રાચીન સમયમાં રચાયેલાં શાસ્ત્રોનું અવલોકન કરતાં એ સહેજે જણાય છે કે જે આગમને– છેદસૂત્રને અત્યારે આપણે બહતકલ્પસૂત્ર તરીકે ઓળખીએ છીએ તેને ત્યાં ક૫ કે કપ (કલ્પસૂત્ર) તરીકે ઉલ્લેખ છે. સામાયિકાદી છે આવશ્યકમાંના એક આવશ્યકરૂપ પ્રતિક્રમણ અધ્યયન છે, તેમ છતાં એ આવશ્યકનાં સૂત્રોને “પ્રતિક્રમણસૂત્ર' તરીકે ઓળખાવવાની પ્રથા કેટલાએ સમયથી ચાલી આવે છે. આ પરથી જણાશે કે જેમ આ નામમાંથી લગભગ આવશ્યક શબ્દ અદશ્ય બની પ્રતિક્રમણ’ શબ્દ જ વિશેષ પ્રચારમાં આવ્યો છે તેમ પર્યુષણાકલ્પમાંથી “પપણા” શબ્દ લુપ્ત થઇ જઈ કલ્પસૂત્ર એવું નામ વિશેષ પ્રચલિત બન્યું. કેટલીક વાર કર્તાએ જાતે પોતાની કૃતિનું નામ સૂચવ્યું હોય છતાં વખત જતાં કોઈ કારણ ઉપસ્થિત થતાં તે નામમાં ફેરફાર થયેલો જોવાય છે, જેમકે શ્રીરત્નશખરસૂરિએ પોતાની એક કૃતિનું નામ ક્ષેત્રસમાસ એ જ કૃતિના પજ્ઞ વિવરણમાં સૂચવ્યું છે, છતાં એ મૂળ કૃતિનાં વીજક્ષેત્રસમાસ અને મધ્યમક્ષેત્રસમાસ એવાં નામ પણ પાછળથી રોજાયેલાં જોઈ શકાય છે. ૨૫ ૨૫, જુઓ ભાંડારકર પ્રારચવિદ્યા સંશાધન મંદિર હસ્તકની હસ્તલિખિત પ્રતિઓ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46