Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ શ્રી જૈન સત્ય પ્રકાશ કહેલાં વેદ પદને વનિ સાંભળી પુરોહિત ઘણે ખૂશી થયે. અને તેણે ભક્તિપૂર્વક બોલાવવા માટે પોતાના ભાઈને મોકલ્યો, તેથી બંને સૂરિજી ઘરમાં આવ્યા. તેમને જોઈને પુરોહિત ઘણો ખૂશી થઈને આપ બંને ભદ્રાસનાદિની ઉપર બેસે, એમ વીનંતિ કરવા લાગ્યા. બંને આચાર્ય મહારાજે પિતાના સંયમધર્મનો વ્યવહાર સંભળાવી દેઈ તે ઉપર બેસવાને નિષેધ કર્યો, અને શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. અને વેદ, ઉપનિષદ્ તેમ જ જેનાગમથી સમાનતા પ્રકાશીને આશીષ દેતાં બોલ્યા કે- “ હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કઈ પણ સામાન્ય પુરુષ જાણી શકતો નથી એવા અરૂપિ શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !” ફરી પણ તેમણે જણાવ્યું કે- જેનાગમને અર્થ રૂદ્ધ રીતે વિચારીને અમે દયાપ્રધાન અવિચ્છન્નપ્રભાવશાલિ, ત્રિકાલાબધિત, ત્રિપુટી શુદ્ધ, જૈનધર્મને સ્વીકાર કર્યો છે, એમ સંભળી પુરોહિતે પૂછયું કે- તમે નિવાસ (ઉતારે) ક્યાં કર્યો છે? તેમણે કહ્યું કે- અહીં ચિત્યવાસિઓની મહા કનડગત થતી હોવાથી કયાંયે પણ સ્થાન મળી શકતું નથી. આ બીના સાંભળી ગુણગ્રાહી અને વિચારશીલ એવા પુરોહિતે સપરિવાર બંનેને રહેવા માટે પોતાનું મકાન ખાલી કરી આપ્યું. અને કહ્યું કે- આ૫ ખુશીથી અહિ ઉતરે. ત્યાં તેઓ નિર્દોષ ભિક્ષા-ધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા. બપોરે પુરોહિતે યાજ્ઞિક સ્માર્ત અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે બોલાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિદ ચાલી રહ્યા હતા, એવામાં ચૈત્યવાસિઓના પુરુષો આવી ચડયા. તેમણે આવીને જણાવ્યું કે–તમે સત્ત્વર (જલદી) નગરની બહાર ચાલ્યા જાઓ, કારણ કે ચેત્યબ્રાહ્ય શ્વેતાંબરાને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરોહિતે કહ્યું કે- રાજસભામાં આ વાતને નિર્ણય કરવાનું છે. એટલે તેમણે આવીને પોતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા, ત્યાં પુરોહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે- હે દેવ ! બે જૈનમુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રય આપો. એવામાં આ ચૈત્યવાસિઓએ ભટ્ટ-પુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં, મારી આપને ભૂલ જણાય તે ખૂશીથી ગ્ય લાગે તે શિક્ષા ફરમાવો. પુરોહિતે કહેલી બીના સુણીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે- હે ચૈત્યવાસિઓ ! કઈ પણ દેશથી આવેલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46