________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
ઘણું જૈન અવશેષોનો સંગ્રહ અહિં છે. પણ તે અત્યારે બંધ છે. આપ કાલે દશ વાગે અહીં પધારશે એટલે હું માણસ એકલી તે બધું આપને બતાવીશ. બીજે દિવસે રહવારમાં જ જવાની તૈયારી કરી. કડકડતી ઠંડીમાં ત્યાં જવા ઉપડયા. ત્યાં પહોંચતાં ચોકીદાર સિપાઈએ કહ્યું, આજે શુક્રવાર હોવાથી મ્યુઝિયમ બંધ છે. અમને ભારે નિરાશા ઉપજી. પછી પુછતાં પુછતાં જે સ્થાને જૈન વિભાગ હતું ત્યાં ગયા અને બહાર વરડામાં રહેલી પ્રાચીન જૈનમૂર્તિઓ, મંદિરના વિભાગ, આયાગપટ્ટો અને બીજા પણ અનેક જૈનત્વસૂચક અવશેષે જોયા. દોઢ કલાક ત્યાં ગાજે હશે એટલામાં કયુરેટર મહાશયનો મેળાપ થયો. તેમણે કહ્યું આજ તે મ્યુઝિયમે બબ્ધ છે અને અમારી ઓફિસ પણ એક વાગે બંધ થશે, કિન્તુ આપ પગે ચાલતા આવ્યા છે તે ખાસ લાવું છું. એમ કહી સિપાઈ મોકલી હેલ લાવ્યો, અને વિશેષ મદદ માટે પિતાની ઈચ્છા વ્યકત કરી.
આ સ્થાન યુ ઝયમથી બે ફલંગ દૂર છે. જેને કેસરબાગ કહેવામાં આવે છે. પહેલાં મ્યુઝિયમ અહીં હતું. ત્યાંથી ઉઠી અત્યારે જે સ્થાને છે ત્યાં ગયું અને કેસરબાગ યુપીની ધારાસભાન હાલ-ચેમ્બર હોલ બન્યો. અહિં પ્રતિકૂળતા જણાયાથી ધારાસભા માટે બીજો હલ બન્ય, અને અહીં જૈન વિભાગને સ્વતંત્ર સ્થાન મળ્યું છે. અહિં તો કોઈ ઇતિહાસ-પુરાતત્ત્વ પ્રેમી વીરલો શોધક પુરુષ આવે છે, અને ઘણા પ્રયાસ પછી જ આ સ્થાનાં દર્શન પામે છે.
- અમે પ્રથમ જ જ્યારે કેસરબાગના અંદરના હોલમાં ગયા, અને ચારે દિશામાં વિરાજિત સુંદર જિનમુર્તિ આનાં દર્શન કર્યા ત્યારે અમને અનેક અકથ્ય લાગણીઓ થઈ. અમે પ્રથમ તે ચોતરફ જેવા જ મંડી ગયા, પણ વિચાર્યું કે આમ જોવાથી આપણે ઉદ્દેશ નહિ ફળે એટલે પછી બધી ક્રમશ :- ગોઠવ્યા મુજબ (જો કે નંબર પ્રમાણે મૂર્તિ ગોઠવેલી નથી, પણ જે પ્રમાણે ગોઠવી હતી તે નંબરવાર) બધી મૂર્તિઓ, મંદિરના વિભાગે વગેરે વગેરે એક વાર જોઈ લીધું અને પછી જ નંબર ટાંકી નેંધ કરવા માંડી.
અમારી દષ્ટિએ પ્રાચીન લેખવાળી કુશાન, કનિષ્ક અને હવિષ્યકાલીન મૂર્તિઓ છે. એક કંકાલી ટીલાનો શિલાલેખ શંખાકાર અક્ષરમાં છે તે પણ પ્રાચીન લાગે. આ સિવાય વિક્રમની નવમી શતાબ્દી પછીના શિલાલેખો છે જેમાંના થોડા અમે વાંચ્યા હતા. કુશાન અને કનિષ્ક તથા હવિષ્યકાલીન મૂતિઓના શિલાલેખો તે અમારાથી ન વંચાયા પણ દરેક મૂર્તિની નીચે ઇંગ્લીશ નોંધ હતી. કેટલાકમાં હિન્દી નોંધ પણ હતી તે વાંચી.
અહીં લગભગ દોઢસોથી બસે જિનમતિઓ છે. પચીસ ઉપરાંત તે ચોવીસીઓ (પત્થર) ની મૂર્તિઓ છે. મૂતિઓમાં તે પાંચ પચીસ સિવાય બાકી બધી ખંડિત છે. કોઈકના કાન, તો કોઈકના નાક, કોઈકની આંખો તે કોઈકના હાથ, કોઈકના પગ તે કેકના ગોઠણ ખંડિત છે. કેટલીક મૂતિઓનાં તો ભવ્ય વિશાલ મસ્તક જ છે. જ્યારે કેટલીક કૃતિઓનાં ધડ અને શિલાલેખ છેવળી કેટલીક મૂતિએના માત્ર પગ અને શિલાલે છે. લગભગ પચાસેક આયાગપટ્ટના ટુકડા છે, દસ વીસ ટુકડા અર્ધા ઉપર છે. છેડા આખા છે અને બાકીને તે ખંડિત જ છે. મંદિરના શિખરે, શિખર ઉપરના ભાગ, સુંદર આરસ જેવા લીલા પત્થરેમાં કરેલાં મનહર તરણે, પત્થર
For Private And Personal Use Only