Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંગેનાં નામો ૩૮૩ કેટલીક વેળા ગ્રંથોના સમૂહને માટે ખાસ નામ પ્રચલિત થયેલું જોવાય છે. જેમકે પંચપ્રતિક્રમણ સૂત્ર, ષકર્મગ્રંથ, ષપ્રાભૂત, અષ્ટપ્રાભૂત, નવસ્વવી, અષ્ટાદશસ્તવી, પદ્મનંદીય પંચશિતિકા, દુવાશિકાગ્રંશિકા, ગુરુગુણષત્રિશતષત્રિશિકા, પંચાશક વગેરે. સમાનનામક કૃતિઓને લગતી વ્યવસ્થા– કેટલીક વાર અન્નાન્ય ગ્રંથાનાં લગભગ એક જ નામ જોવાય છે. આવી વખતે પાછળની કૃતિને ઓળખાવતી વેળા કેટલીક વાર લઘુ ૭ બૃહ , વિશેષ ઈત્યાદિ શબ્દની જના કરાયેલી જોવાય છે. ઉદાહરણાર્થે આપણે છેદસૂત્રો પૈકી બહત ક૯પસૂત્ર તરીકે સુપ્રસિદ્ધ ગ્રંથને વિચાર કરશું તો જણાશે કે આ આગમ ઉપર બે ભાખ્યો રચાયેલાં છે. એથી એકને “ લઘુભાષ્ય ” અને બીજાને “ બૃહદ્દભાષ્ય ” તરીકે ઓળખાવાય છે. આવશ્યસૂત્ર ઉપર ભાષ્ય રચાયા બાદ શ્રીજિનભકગણિક્ષમાશમણે સામાધિકાધ્યયન પૂરતું જે ભાષ્ય અત્યારે ઉપલબ્ધ થતું રચ્યું છે તેનું નામ વિશેષાવશ્યક ભાષ્ય તરીકે પ્રચલિત બન્યું છે. એવી રીતે શ્રી જિનદાસગણિ મહત્તરે નિસીહસુત્ત (નિશીથસૂત્ર) ઉપર જે ચુપિણ (ચૂણિ) રચી તેને નિસીહસુત્તવિરોહચુણિ (નિશીથસૂત્ર વિશેષ ચૂર્ણિ) તરીકે ઓળખાવાય છે, કેમકે એમણે આ ચૂણિ રચી તે પૂર્વે અન્ય ચૂર્ણિ રચાયેલી હતી. અત્રે એ વાત ધ્યાનમાં રાખવી ઘટે કે કેટલીક વાર પાછળની કૃતિમાં “લઘુ” શબ્દ યજાયેલો જોવાય છે. જેમકે લઘુ-અજિતશાંતિસ્તવ, લઘુઅહંનીતિ, લઘુમહાવિદ્યાવિડંબણ ઈત્યાદિ. આવી પરિસ્થિતિમાં કેટલીક વાર પહેલાંની કૃતિને “બૃહત્ ” એવી સંજ્ઞા અપાયેલી જોવાતી નથી. એવી રીતે કેટલીક વાર પહેલાંની કૃતિને “બહત” શબદ જોડીને પણ વ્યવહાર થતે જોવાય છે. જેમકે બૃહસંગ્રહણી. આની પછી રચાયેલી શ્રી ચંદ્રવૃરિત કૃતિ કેવળ સંગ્રણીના નામથી પણ ઓળખાવાય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે બે સમાન નામવાળી કૃતિઓના પૃથક્કરણ માટે બે રીતિને ઉપગ કરાયો છે: (૧) લઘુ અને બૃહત એમ બંને શબ્દોને પ્રયોગ કરીને૧૮ અને (૨) બેમાંથી ગમે તે એકનો પ્રયોગ કરીને. પ્રાકૃત ભાષામાં રચાયેલા ગ્રંથ માટે લઘુ અને બૃહતને બદલે “ચુલ્લ’ અને ‘મહા' અથવા ખુફિય ૧૮ અને ૧૭ આને બદલે “લય’ શબ્દ પણ વપરાય છે. જેમકે ભગવતીસૂત્ર વૃત્તિની પાટણના ભંડારની એક પ્રતિના અંતમાં “ટુચવીર-થે ” એવો ઉલ્લેખ છે. AL Paterson Report V. p. 58. ૧૮ આ પ્રમાણે લધુ અને બૃહત્ શબ્દથી સંકલિત ગ્રંથ તરીકે લધુ સંગ્રહણી ને બહત સંગ્રહણી, લધુ શતિસ્તવ ને બૃહસ્થાતિસ્તવ ઈત્યાદિ ઉલ્લેખ થઇ શકે તેમ છે. ૧૯ ઉત્તરાયણસુત (ઉત્તરાધ્યયનસૂત્ર)નાં છઠ્ઠા અને વીસમા અધ્યયનનાં “બુદ્ધગનિયઠિજા” અને ' મહાનિયંઠા ” એ નામોમાં “ ખુફુગ” અને “મહા” શબ્દ વપરાયેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46