Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ૧૯૯૨ પ્રાચીન મૂર્તિઓ ૩૮૧ (૧૭) સોનાને એક સિક્કો મળે છે જેના ઉપર સ્ત્રી પૂજારિણીની અને દેવીની આકૃતિ માલુમ પડે છે, તે ક્રાઈસ્ટ પહેલાં સાતમા સૈકાનો છે અને અત્યારે બલીનના મ્યુઝીયમમાં છે. (૧૮) ક્રાઈસ્ટ પહેલાં પાંચમા સૈકામાં બનેલ એક ટ્રસ્કન કળા બતાવતા, સૂર્યની થાળી વાળો અને દેશના ચિત્રો યુક્ત એક કાંસાને ચંબુ અત્યારે બ્રિટીશ મ્યુઝીયમમાં છે. (૧૯) એવીંગ અને ગેસે જે ફેટ પાડેલ છે તે ક્રાઈસ્ટ પહેલાં ૨૫ વર્ષ પહેલાંનું, ફાન્સમાં નાઈલ્મસ પાસેનું, યાનાનું મંદિર. (૨૦) ક્રાઈસ્ટ પહેલાંના બીજા સૈકાની, કમળના દેખાવવાળી યક્ષની મૂતિ અત્યારે ઈન્ડીયન મ્યુઝીયમમાં છે. (૨૧) ક્રાઈસ્ટ પહેલાં બીજા સૈકાની ચંકી પક્ષીની મૂર્તિ ઈનડીયન મ્યુઝીયમમાં છે. (૨૨) ક્રાઈસ્ટ પહેલાં સો વર્ષ પહેલાંની બુદ્ધગયામાંની આશામુખી યક્ષીની મૂર્તિ. (૨૩) હમણાં ટાઇમ્સ ઓફ ઇન્ડીઆ તરફથી વાચકને ધી ન્યુ સ્ટેન્ડ એન્સાઈકલોપીડીયા એન્ડ વર્ડ એટલાસ ૩-૮-૦ ની કીંમતનાં મળેલા છે. તેના ૧૧૪૬ મા પૃષ્ઠ ઉપર સેલેમન નામના રાજાનું વર્ણન છે. તે ઇઝરાસેલને રાજા હતા. તે ડેવીડને પુત્ર હતું. તે ક્રાઈસ્ટ પહેલાં ૯૭૪ વર્ષ પહેલાં થઈ ગયો અને તેણે ૪૦ વર્ષ સુધી શાંતિમય રાજ્ય કર્યું. તેને ઈજીપ્ટ અને બીજા રાજ્યો સાથે સંબંધ હતા. પરદેશ સાથે વેપાર પણ સારા પ્રમાણમાં ચાલતો હતો. તે રાજાએ જેરુઝલેમમાં પહેલું દેવળ બાંધ્યું હતું. વળી પિતાની પરદેશી રાણીઓ માટે પણ (મંદિર જેવી) પવિત્ર જગ્યાઓ બંધાવી હતી અને પિતાની ઉદારતા બતાવી આપી હતી. એનું મૃત્યુ ક્રાઈસ્ટ પહેલાં ૯૩૪ વર્ષ પહેલાં થયું. મંદિર બંધાવ્યાને આ એક સચોટ પુરાવો છે. ઉપર મુજબ વાંચ્યા પછી ક્રાઈસ્ટ પહેલાં મૂતિઓ જગતમાં હતી અને તે મૂતિઓ દ્વારા જગતના જીવો પિતાની ઇચ્છા પરિપૂર્ણ કરવાની પ્રેરણા મેળવતા હતા એ સ્પષ્ટ જણાઈ આવે છે. વળી સાહિત્ય, સંગીત અને કલાને જેવી રીતે ગ સાથે સંબંધ છે તેવી રીતે મૂર્તિપૂજા પણ યોગનું એક સાધન છે. શરીરના એક અંગને ઈજા થાય તે મસ્તકમાં તેના આંચકા લાગે છે તેમ મૂર્તિપૂજા, સાહિત્ય, સંગીત અને કલાને વિકૃત સ્વરૂપમાં મુકવામાં આવે તે જરુર યોગરૂપ મસ્તકમાં વિકૃતિ પેદા થાય છે, જેનું પરિણામ માણસની આત્મિક અવનતિમાં આવે છે. આ પ્રમાણે મૂર્તિને આત્મસાધનાનું અપૂર્વ સાધન માનીને જૈનો આત્મિક શાંતિની પ્રાપ્તિ માટે પરમતારક તીર્થકર દેવની મૂર્તિને માને – પૂજે અને તેનું ધ્યાન ધરે એ બીલકુલ યોગ્ય જ છે એટલું નહિ પણ પરમ આવશ્યક છે. અસ્તુ. અતિ પ્રાચીન કાળથી મૂર્તિપૂજા ચાલી આવે છે એ સત્ય વાતના ઐતિહાસિક પુરાવા રજુ કરવાની ભાવનાથી જ આટલું લખાણ લખ્યું છે. હજુ પણ જો કોઈ એવાં ઐતિહાસિક પ્રમાણે મળે છે તે અવકાશ વાચકે સમક્ષ રજુ કરવાની ભાવના સાથે આ લેખ પૂર્ણ કરું છું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46