________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રાચીન મૂર્તિ
www.kobatirth.org
( ગતાંકના અનુસંધાનમાં થોડાક વધુ પુરાવા )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકઃ
શ્રીયુત રતિલાલ ભીખાભાઈ
ક્રાઈસ્ટ પહેલાં મૂર્તિ હતી તેના વધારે પુરાવા નીચે મુજબ છેઃ— (૧૧) ક્રાઈસ્ટ પહેલાં ચેાથા સૈકામાં બનેલું બ્રુટસનું કાંસાનું મસ્તક મળી આવે છે, જે અત્યારે રામના રક્ષણ ઘરમાં છે.
(૧૨) ક્રાઇસ્ટ પહેલાં ત્રીજા સૈકામાં બનેલ અને ઋતુઓને દર્શાવતી એક પત્થરની રેશમન કબર મળે છે,
(૧૩) ક્રાઈસ્ટ પહેલાં ૧૫૫૦ પહેલાં તૈયાર કરેલ એક ઘણી જાણીતી, પત્થરની કબર મળે છે કે જેના ઉપર પાંખા સિવાયની દેવીઓ-પરીઓની આકૃતિ કાતરેલી છે. અત્યારે તે બ્રીટીશ મ્યુઝીયમમાં છે.
(૧૪) ક્રાઈસ્ટ પહેલાં છઠ્ઠા સૈકાની એક ભીલા પત્થરની કબર બ્રીટીશ મ્યુઝીયમમાં છે.
(૧૫) ક્રાઇસ્ટ પહેલાં એક સૈકા પહેલાંની એક રામન ઘરની દીવાલ ઉપર ચીત્રેલાં ચિત્રો મળે છે જેમના રંગો ઉડી ગયાં છે.
(૧૬) ક્રાઈસ્ટ પહેલાં ૫૮૫ વર્ષ પહેલાંની એક પવિત્ર ઢાલ મળે છે, જેના ઉપર સુંદર કારીગરી કરેલ છે. અત્યારે એ બ્રીટીશ મ્યુઝીયમમાં છે,
( ‘સરસ્વતી પૂજા અને જૈને'નું અનુસંધાન)
(૪) ખારમા શ્રીમાનતુંગર-પ્રબંધમાં મહારાજા હર્ષની કચેરીમાં બાણુ અને મયૂર નામના બે વિદ્વાનેાના વાદવિવાદના નિવેડા લાવવા માટે કાશ્મીરમાં આવેલી સરસ્વતીની મૂલ મૂર્તિના મદિરે બંનેને મોકલવા સબંધીને ઉલ્લેખ આ પ્રમાણે છેઃ
બાણુ અને મયૂર નામના અને પંડિતે પૂર્વના ક્રોધને લીધે વિવાદ કરતાં કાઈ રીતે નિવૃત્ત થતા ન હતા, ત્યારે હરાજા કહેવા લાગ્યા કે :~ ‘ આ બંનેને નિણૅય અહીં થવાના નથી. માટે મૂલ મૂર્તિએ રહેલી જ્યાં સરસ્વતી ધ્રુવી છે, ત્યાં બને કારમીર માં આવેલ નિવૃત્તિ નગરમાં જાય. એ દેવી જ એમને જય પરાજય પ્રગટ કરશે. ત્યાં જે પરાભવ પામે, તેના ગ્રંથા મારા આંગણે બાળી નાંખવા, એ તમારા અંતે વચ્ચે શરત છે. '
For Private And Personal Use Only
ઉપર્યુકત ઉલ્લેખા શિવાય ખીજા ગ્રંથામાં પણ સરસ્વતી દેવીના ઉલ્લેખો સેકડૅની સંખ્યામાં મલી આવે છે. તે બધાને ઉલ્લેખ નહીં કરતાં હાલમાં વિદ્યમાન સરસ્વતી દેવીની જૈનમૂર્તિઓ, તથા તાડપત્ર અને કાગળની હસ્તલિખિત પ્રતામધ્યે ચીતરવામાં આવેલાં ચિત્રાને આવતા અ'કમાં ઉલ્લેખ કરીને આ લેખની સમાપ્તિ કરવામાં આવશે.
(અપૂર્ણ)