________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
શ્રી જૈન સત્ય પ્રકાશ હેય, તો આ મુશળ પુપિત થાઓ.' એમ કહીને મુનિએ પ્રાસુક જળથી મુશળને સિંચન કર્યું. જેથી તારાઓ વડે આકાશની જેમ તે તરત પલ્લવિત અને પુષ્પોથી, યુકત થયું. પછી મુનિ ઘોષ કરીને કહેવા લાગ્યા કે –સસલાનું શીંગ, ઈદ્રધનુષનું પ્રમાણ, શીતલ અગ્નિ, અને નિષ્પકંપ વાયુ–આ વાક્યમાં જે કોઈને કાંઈ ગમતું ન હેય, તો વૃદ્ધ વાદી કહે છે કે તે મારી સામે આવીને બેલે.” આ તેમની પ્રતિજ્ઞાથી જ તે વખતના વાદીઓ બુદ્ધિમાં પ્રતિત થઈ બધા શુન્યમતિ જેવા બની ગયા. આથી ગુરુએ ભારે વાત્સલ્યથી તેમને આચાર્યપદે સ્થાપ્યા. પિતે વૃદ્ધ છતાં જગતમાં તે વાદમુદ્રાથી વિભૂષિત થઈને વિખ્યાત થયા. તેથી તે વૃદ્ધ આચાર્ય વૃદ્ધવાદી એવી અર્થયુક્ત પ્રસિદ્ધિને પામ્યા.
(૨) દશમા-શ્રી મલ્લવાદીસૂરિ પ્રબંધમાં થતદેવતા મલમુનિને પ્રત્યક્ષ થયાને નીચે પ્રમાણે ઉલ્લેખ છે –
વલ્લભીપુરના રહીશ જિનયક્ષ, યક્ષ અને મહલ એ નામના ત્રણ બંધુઓએ પિતાની માતા દુર્લભદેવી સહિત જિનાનંદ નામના જૈન આચાર્ય, પાસે સંસારની અસારતા સમજી, જૈન દીક્ષા લીધી. એક વખતે ગુરુમહારાજને વિચાર આવ્યો કે :તેજમાં હીરા સમાન તથા મહાબુદ્ધિશાળી આ મલ્લમુનિ પિતાની બાળ ચપળતાને લીધે પોતે પુસ્તક ખોલીને વાંચશે, જેથી તેમને ઉપદ્રવ થતાં અમને ભારે દુસ્તર સંતાપ થઈ પડશે,’ એમ ધારીને જનની (સાધ્વી માતા) ની સમક્ષ ગુરએ તેને ભલામણ કરી કે - “હે વત્સ! આ પુસ્તક પૂર્વમાં નિષિદ્ધ છે, માટે તેને ઉઘાડીશ નહિ.” એમ નિષેધ કરીને પોતે તીર્થયાત્રા કરવાની ઇચ્છાથી વિહાર કર્યો. પછી માતાની પક્ષમાં, ગુએ નિવારણ કરેલ હોવા છતાં, તે પુસ્તક ખેલીને તેના પ્રથમ પત્રમાં મલ્લમુનિએ આ લોક વાંઓ :
"विधिनियमभंगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् ।
जैनादन्यच्छासनमनृतं भवतीति वैधयम् ॥ १ ॥ અર્થાત – ‘વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્ય શાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે, તે અધર્મ જ છે.'
એ લેકનો અર્થ વિચારતાં મૃતદેવીએ તેમના હાથમાંથી તે પુસ્તક અને પત્ર છીનવી લીધાં. અહે ! ગુરુવચનનું અપમાન કરવાથી વિપરીત જ થાય છે. પછી કર્તવ્ય મૂઢ બનેલ મલ્લમુનિ ભારે આકુળ વ્યાકુળ થઈ ગયા અને બાળપણાને લીધે તે રોવા લાગ્યા, કારણકે દેવતા પાસે શું બળ ચાલે? ત્યારે માતાએ રુદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે – “મારા હાથમાંથી પુસ્તક ગયું.' આથી તેના નિમિત્તે સંઘને ભારે ખેદ થઈ પડ્યો..
પછી મલ્લમુનિએ વિચાર કર્યો કે : – “સાધુ પુરુષ પિતાની ખલના પોતે સુધારે છે.” એમ ધારી સુજ્ઞ મલમુનિ મૃતદેવતાની આરાધના કરવા લાગ્યા. ત્યાં ગિરિખંડ નામના પર્વતની ગુફામાં રહેતાં છતપનાં પારણે રૂક્ષ ધાન્યનાં ફેતરાનું ભજન કરતા; આથી પણ તેમની માતા સહિત સંધને ભારે વિષાદ થયો, કારણકે
For Private And Personal Use Only