________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સરસ્વતી પૂજા અને જૈને
૩૭૯
અજ્ઞ જાતે શ્રુતનું તેવું પાત્ર મળવું બહુ દુર્લભ છે. પછી સંધે ચાતુર્માસિક પારણામાં તેમને વિગઈ લેવરાવી, સાધુએએ ત્યાં જઇને તે મુનિને ભેાજન આપ્યું.
ત્યારબાદ શ્રીસંઘે આરાધેલ શ્રુતદેવતાએ તેની પરીક્ષા કરવા જણાવ્યું કે :—મિષ્ટ શું ?' એટલે તપોનિધાન મલિમુનિએ ઉત્તર આપ્યા —— વાલ ’ (ધાન્ય વિશેષ ).
.
પ્રશ્ન કર્યા - –‘ શા વડે ? ’
વળી છ મહિનાના આંતરે દેવીએ પુનઃ
ત્યારે મુનિએ પૂર્વને સંબધ યાદ કરીને જણાવ્યું કેઃ – ગાળ અને ઘી સાથે. ' અર્થાત્ ગોળ અને ઘી સાથે વાલ મધુર લાગે છે. આ તેમની ધારણા શક્તિથી સંતુષ્ટ થઇને દૈવી કહેવા લાગી કે : ~ - ‘ હું ભદ્રે ! વર માગ ! ' એટલે તે મુનિ ખેલ્યા : – હું શ્રુતદેવી ! મને તે પુસ્તક આપે. '
ત્યારે દેવી મેલી : ~ હું ભદ્ર ! તું સાવધાન થઈને મારું વચન સાંભળ — એ ગ્રંથ પ્રગટ કરતાં દ્વેષી દેવા ઉપદ્રવ કરે તેમ છે. તું એક Àાકમાં સર્પ અને ગ્રહણ કરી શકીશ.' એમ કહી દેવી અતર્ધ્યાન થઇ અને મલ્લમુનિ ગચ્છમાં આવ્યા.
( ૩ ) અગીઆરમા શ્રીબપ્પભટ્ટિસૂરિ–પ્રબંધમાં શ્રીબપ્પભટ્ટિસૂરિને સરરવતી દેવીએ દર્શન આપ્યાના ઉલ્લેખ આ પ્રમાણે છેઃ—
-
પાંચાલ દેશના રહીશ અપ્પ નામના પિતા અને ભિટ્ટ નામની માતાના બાળપુત્રને વિક્રમ સંવત આસો સાતના વૈશાખ સુદ ત્રીજના દિવસે મેઢેરા તીમાં માઢગચ્છના નાયક આચાર્ય શ્રીસિંહસેનસૂરિએ દીક્ષા આપી અને પેતાની શાખ ને અનુસરીને તેમણે ભદ્રકાતિ એવું નામ રાખ્યું. તેમ જ દીક્ષા આપતાં પહેલાં તેના માતા ।પતા પાસે કબુલ કરેલ પૂનું બપ્પભટ્ટ નામ તેા પ્રસિદ્ધ જ થયું. સ શિષ્યામાં શિરામણી અને કળાના સંકેત સ્થાનરૂપ એવા તે બાળમુનિના ગુણા અને સૌંદર્યથી રજિત થએલ શ્રીસધે તેમને પેાતાના ગામમાં રાખવા માટે ગુરુમહારાજને વિનંતી કરી. પછી તેની યોગ્યતાના અતિશય જાણીને ત્યાં રહેતાં ગુરુએ તેને સારસ્વત મહામંત્ર આપ્યા. એટલે અધરાત્રે તું પરાવર્ત્તન કરતાં, સરસ્વતી દૈવી, એકાંતે આકાશગંગાના પ્રાહમાં સ્નાન કરતી તે વસ્ત્ર રહિત હતી, એવામાં તે મંત્રજાપના માહાત્મ્યથી તે દેવી તેવી જ સ્થિતિમાં ત્યાં ચાલી આવી, એટલે તેને જોતાં મુનિએ પેાતનું મુખ ફેરવી નાંખ્યું. ત્યારે પોતાની નગ્નાવસ્થાને ખ્યાલ ન કરતાં તે કહેવા લાગી કે :– હું વત્સ ! તું મુખ કેમ ફેરવે છે? 'તારા મંત્રજાપથી સંતુષ્ટ થઇને હું અહીં આવી છું.
માટે વર માગ !
એટલે મુનિ ખાલ્યા :~‘ માતા તારું આ અનુચિત સ્વરૂપ હું શી રીતે બેઉ ? તું વસ્ત્રરહિત તારું શરીર તે જો ! આથી દેવીએ પેાતાના શરીર તરફ દષ્ટિ કરતાં વિચાર કર્યાં કે :– અહે ! એનું બ્રહ્મચર્યાંવૃત કેટલું બધું દૃઢ છે ? અને મંત્રનું માહાત્મ્ય પણ કેટલું બધું અદ્ભુત છે કે જેથી હું પણ ભાન વિનાની બની ગઇ ? એમ ચિતવતી દેવી તેમની સન્મુખ આવી, એટલે વર માગવામાં અત્યંત નિઃસ્પૃહ એવા તે મુનિને જોતાં તેને ભારે આશ્ચય થયું. પછી છેવટે દેવી ખેલી કે :– ‘ હું ભદ્ર ! મારા ગમન કે આગમનમાં તારી કોઇ પ્રકારની અભિલાષા નથી, માટે તું સુખે નિવૃત્તિમાં રહે. ’
For Private And Personal Use Only