Book Title: Jain Satyaprakash 1936 05 SrNo 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उ७७ ૧૯૯૨ સરસ્વતી-પૂજા અને જેનો (૧) વૃદ્ધવાદી-પ્રબંધમાં જિનમંદિરમાં રહેલી સરસ્વતીની મૂર્તિની આરાધના કરવાથી વૃદ્ધવાદિસૂરિને સરસ્વતી દેવી પ્રત્યક્ષ થયાનું વર્ણન છે – પાદલિપ્તસૂરિના વંશમાં શ્રીસ્કંદિલાચાર્ય થયા. તેઓએ એકદા પોતાના અસંખ્ય શિષ્યો સાથે ગૌડ દેશમાં વિહાર કર્યો. ત્યાં કેશલા ગામમાં નિવાસ કરનાર એક મુકુંદ નામે બ્રાહ્મણને સૂરિમહારાજને કોઈ પ્રસંગે સમાગમ થયો. મુકુંદ બ્રાહ્મણને તેની વિનંતિથી આચાર્ય મહારાજે જૈન દીક્ષા આપી. એક વખતે ગુરુમહારાજ વિહાર કરતા કરતા લાદેશના ભૂષણરૂપ ભૃગુકચ્છ (હાલના ભરૂચ) નગરમાં આવ્યા. ત્યાં મૃતપાઠના મેટા અવાજથી સ્વાધ્યાયનો અભ્યાસ કરતા તથા વૃદ્ધપણાને લીધે અત્યંત આગ્રહી બનેલા એવા મુકુંદ મુનિ નિદ્રાથી પ્રમાદી થએલા અન્ય મુનિઓને અહર્નિશ જગાડવા લાગ્યા, ત્યારે બુદ્ધિશાળી એક યુવાન મુનિએ તેઓને શિખામણ આપતાં જણાવ્યું કે “હે મુનિ! આ તમારા ધ્વનિથી જાગ્રત થએલા હિંસક પ્રાણીઓ જીવવધ કરે, માટે સાધુએ ધ્યાનરૂપ ઉત્તમ અત્યંતર તપ આચરવું. હે સાધો ! શાંત સમયે વચન યોગને સંતોષ રાખવો તે ઉચિત છે. એ પ્રમાણે સાંભળ્યા છતાં વૃદ્ધપણાથી ઉત્પન્ન થએલ જડતાને લીધે શિક્ષાને આદર ન કરતાં તે જ પ્રમાણે તે મુનિ પ્રકટ રીતે ઘેષ કરવા લાગ્યા. ત્યારે તેમના નાદથી ભારે કંટાળી ગએલ તે અણગાર પ્રથમ પિતાને તારુણ્યને ઉચિત મૃદુ વાણુથી અને પછી તેમના કૃત્યથી ઈર્ષ્યા આવતાં, કર્કશ વચનથી મુકુંદ મુનિને કહેવા લાગ્યા, “હે મુનિ ! પિતાની અવસ્થાના અંતને ન જાણતાં ઉગ્ર પાઠના આદરથી આકુળ થએલ તું મોગરાની લતાની જેમ મુશળને શી દતે ફુલાવી શકીશ?' એ પ્રમાણે સાંભળતાં તે વૃદ્ધ મુનિ વિષાદ પામ્યા અને ચિંતવવા લાગ્યા કે – “જ્ઞાનાવરણથી દૂષિત થએલ મારા જન્મને ધિક્કાર છે. માટે હવે ઉગ્ર તપથી હું સરસ્વતી દેવીનું આરાધન કરીશ, કે જેથી ઈર્ષા વચન પણ સત્ય થાય.” એમ ધારી નાલિકેરવસતિ નામના જિનાલયમાં સમર્થ એવી ભારતી દેવીનું આરાધન તેમણે શરુ કર્યું. ત્યાં દઢ વ્રતધારી, સ્કુરાયમાન ધ્યાનાગ્નિથી જડતાની ભીતિને ટાળનાર, સમતાને ધરનાર, વિકલ્પરૂ૫ મલિનતા નિરસ્ત થવાથી શુદ્ધ બુદ્ધિને પ્રગટાવનાર તથા શરીરે નિષ્કપ રહી મુતિના ચરણ-કમળમાં પિતાની દૃષ્ટિને સ્થાપન કરનાર એવા તે વૃદ્ધ મુનિ શરીરના આધારરૂપ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીને, એક મુહૂર્તની જેમ એકવીસ દિવસ ત્યાં સ્થિર બેસી રહ્યા; એટલે તેમના આ સત્ત્વથી સંતુષ્ટ થએલાં ભારતી દેવી સાક્ષાત પોતે પ્રગટ થઈને મુનિને કહેવા લાગ્યાં કે –“હે ભદ્ર ! ઉઠ, હું પ્રસન્ન થઈ છું, મારા મનોરથ બધા પૂર્ણ થાઓ. હવે તને ખલના નહિ થાય માટે તને જે ઈષ્ટ હોય તે કર !' આ પ્રમાણે સરસ્વતી દેવીનું વચન સાંભળતાં તે મુનિ ઉઠયા, અને પારણા માટે કોઈ ગૃહસ્થના ઘરે જતાં ત્યાં મુશળ તેમના જોવામાં આવ્યું. એટલે પૂર્વે મુનિના મુખથી હાસ્ય-વચન સાંભળવાના અપમાનથી પિતે કરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે તે ઋષિ બોલ્યા કે –“હે ભારતી ! તારા પ્રસાદથી જે અમારા જેવા પણ પ્રાજ્ઞ થઈ વાદી થતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46