________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३७०
શ્રી જૈન સત્ય પ્રકાશ
માટે ઘણું ઉપયોગી છે. અહીં મહાવીરસ્વામીનું જૈનમંદિર છે જેની અંદર સરસ્વતીની મૂર્તિ નીચે વિ. સં. ૧૨ ૬૯ (ઇ. સ. ૧૨૧૨)નો લેખ છે.
વસતગઢ–આખા સિહોરી રાજ્યમાંથી અત્યાર સુધીમાં જેટલા શિલાલેખો મળેલ છે તે દરેકમાં જુનો વિ. સં. ૬૮૨ (ઈ. સ. ૬૨૫)નો અહીંથી મળેલ લેખ છે. બ્રહ્મગુપ્તા નામના જોતિષીએ શક સં. ૫૫૦ વિ. સં. ૬૮૫ (ઈ. સ. ૬૨૮)માં “ બ્રહ્મસિદ્ધાન્ત” નામનો ગ્રન્થ ઓ. અહીં એક ટુટેલ જૈનમંદિરના ભોંયરામાંથી થોડા વર્ષ ઉપર કેટલીક મૂર્તિઓ નીકળી હતી જેમાંની એક મોટી મૂર્તિ પર વિ. સં. ૧૫૦૭ (ઈ. સ. ૧૪૫૧) માઘ સુદિ ૧૧ના મેવાડના મહારાણા કુંભકર્ણના સભ્યને લેખ છે:-- . सं. १५०७ वर्षे माघ सुदि ११ बुधे राणाश्री कुंभकर्ण राज्ये वसन्तपुर चैत्ये . . ..
અહીંથી કેટલીક પીતલ (ધાતુ) ની મૂતિઓ પણ નીકળી હતી. જેમાંની બે મોટી મૂતિઓ ઉપર્યુક્ત પીંડવાડાના જૈનમંદિરમાં રાખેલી છે, જેની ઉપર વિક્રમ – સંવત્ ૭૪૪ (ઈ. સ. ૬૮૭)નો લેખ છે.
નાંદિઆનૂઆ ગામની ઉત્તરમાં એક મોટું જૈનમંદિર છે જેની હારની દીવાલમાં લાગેલા એક લેખમાં વિક્રમ સંવત ૧૧૩૦ (ઈસ. ૧૦૩૭) છે. ઉક્ત મંદિર (નંદીશ્વરત્ય) ની આગલ એક વાવ બનાવ્યાનો ઉલ્લેખ છે.
કેજરી–આ ગામમાં સંભવનાથનું જૈન મંદિર છે જેની અંદર એક સ્થંભ પર વિ. સ. ૧૨૨૪ (ઈ. સ. ૧૧૩૭) નો લેખ છે જેમાં આજે પાર્શ્વનાથનું મંદિર લખેલ છે જેથી સંભવ છે કે વાસ્તવિક આ મંદિર પાર્શ્વનાથનું હશે અને પછીથી આમાં સંભવનાથની મૂર્તિ સ્થાપિત હોવાને કારણે ઉત ભગવાનના નામથી પ્રસિદ્ધ થયું હશે.
રહીડા–આ ગામમાં ત્રણ મંદિર છે. (૧) પંચાયતિ પાર્શ્વનાથ ભગવાનનું (૨) આદિનાથનું અને (૩) તેના જ બગીચામાં મહાવીર સ્વામીનું મંદિર છે. આ ત્રણે મંદિરે નવાં છે. પ્રાચીનતા કાંઈ દેખાતી નથી.
વાસા–આ ગામમાં જગદીશ નામનું શિવાલય છે, તેના દ્વાર પર જૈનમૂર્તિ બનાવેલ છે. આ મંદિરના વિષયમાં એવી પ્રસિદ્ધિ છે કે આ મંદિર જૈનમુર્તિ માટે જ બનાવેલ હતું, પરંતુ પછીથી બ્રાહ્મણ અને મહાજનોમાં તે મંદિર માટે ઝગડો થયો અને અંતે શિવમૂર્તિ સ્થાપિત થઈ વાસાથી બે માઈલ દૂર કળાગરા નામક એક ગામ હતું ત્યાં પાર્શ્વનાથનું જૈનમંદિર પણ હતું. અત્યારે એનું નામનિશાન નથી. ત્યાંથી એક શિલાલેખ વિ. સં. ૧૩૦૦ (ઇ. સ. ૧૨૪૩ )નો મળે છે. ઉક્ત સંવમાં ચંદ્રાવતિને રાજા આહ્વણસિંહ હતા. ઉક્ત ગામ તથા મંદિરનો ઉલ્લેખ ને શિલાલેખથી મળી શકે છે.
કાયદ્રાં–આ ગામની અંદર એક પ્રાચીન જૈનમંદિર હતું, જે મંદિરનો થોડા વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર થયેલ છે, મુખ્ય મંદિરની તરફની નાની દેરીઓમાંથી એક દેરીના દ્વાર પર વિ. સં. ૧૦૯૧ (ઈ. સ. ૧૦૩૪)ને લેખ છે. અહીં બીજું પણ એક પ્રાચીન જૈનમંદિર હતું જેના પત્થર આદિ લઈ જઈ રહીડાના નવીન બનેલ મંદિરમાં લગાવેલ છે.
For Private And Personal Use Only