________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સિરાહી રાજ્ય અને જૈન સ્થાપત્યે
૩૭૩
કેટલાંએ જિનાલયેા છે. આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ઋદેવ (આદિનાથ) ની છે, જેની બે બાજુ એક એક ઉી મૂર્તિ છે અને બીજી કેટલીક અહીં પીતલ તથા પાષાણુની મૂર્તિ છે. તે દરેક પછીથી બનેલ છે. મુખ્ય મંદિરની ચારેતરફની દેરીએ માં અલગ અલગ સમય પર જુદા જુદા લોકેાએ મૂર્તિ સ્થાપિત કરેલ હોય તેમ તે તે દેરીઓના શિલાલેખેાથી જણાય છે. મદિરની સન્મુખ હસ્તિશાલા બનેલ છે અને તેમાં દરવાજાની સામે વિમલશાહની અસ્વારૂઢ પત્થરની મૂર્તિ છે જેમાં વિમલશ.હના મસ્તક પર ગાળ મુગટ છે અને ઘેાડાની પાસે એક પુરુષ છત્ર લઇ ઉભા છે. હસ્તીશાલામાં પત્થરના અનેલ દસ હાથી ઉભા છે, તેમાંથી ૬ હાથી વિ॰ સ૦ ૧૨૦૫ (૪૦ સ૦ ૧૧૪૮ ) ફાગણ સુદ ૧૦ ને દિવસે-નેક, આનંદક, પૃથ્વીપાલ, ધીરફ, લહરક અને મીનક નામના પુરુષોએ બનાવી મુકેલ છે જે દરેકને મહામાત્ય (મેટા મંત્રી )લખેલ છે. બાકીના હાથીએમાંથી એક પવાર (પરમાર ) ઠાકુર જગદેવે તથા ખીજો ધનપાલે વિ॰ સ૦ ૧૨૩૭ (ધૃ॰ સ૦ ૧૧૮૦) અષાડ સુદ ૮ મે બનાવેલ છે. હસ્તિશાલાની બહાર પરમારા પાસેથી આબુ રાજ્ય પડાવી લેનાર ચૌહાણુ મહારાવ લુંઢા (લુંભા ) ના એ લેખા છે જેમાંથી વિ॰ સ૦ ૧૩૭૨ (ઇસ્૦ ૧૩૧૬ ચૈત્ર વદ ૮ અને બીજો વિ॰ સ૦ ૧૩૭૩ (૪૦ સ૦ ૧૩૧૭) ચૈત્ર વદ ૦ તેા છે. આ અનુપમ મિંદરેશને થ્રેડેડ થ્રેડેડ હિસ્સા મુસમાાનાએ તેાડી નાખેલ હતેા. જેને વિ॰ સ૦ ૧૩૭૮ (ઇ. સ૦ ૧૨૨૧) માં લલ્લ અને વીજડ નામના એ શાહુકારાએ ચૌહાણ મહારાવ તેજસિંહના રાજ્યસમયમાં જીર્ણોદ્ધાર કરવ્યા અને ઋષભદેવની મૂર્તિ સ્થાપિત કરી, આવા લેખ મલી શકે છે. અહીં એક લેખ વાઘેલા (સાલકી) રાજા સારંગદેવના સમયને વિ॰ સ૦ ૧૩૫૦ (૨૦ સ ૧૨૯૪ ) મહા સુદિ ૧ ને દીવાલપુર લગાવેલ છે. આ મંદિરની કારીગરીની જેટલી પ્રશંસા કરીએ તેટલી એછી જ છે. સ્તંભ, તેારણું, ઘુંમટ, છત, દરવાજા આદિપર જ્યાં દેખા ત્યાં કારીગરીની સીમા નથી. રાજપુતાનાના પ્રસિદ્ધ ઇતિહાસ લેખક કલ ટૉડ સાહેબ, જે આબુપર પ્રથમ જ યુરોપીયન ગયા હતા, તે આ મંદિરના વિષયમાં લખે છે કે “ હિન્દુસ્તાન ભરમાં આ મંદિર સર્વોત્તમ છે, તેમ તાજમહેલ સિવાય કાઇ ખીજું સ્થાન આની સમાનતા કરી શકે તેમ નથી” આની પાસે લૂણવસહી નામનું તેમનાથ ભગવાનનું મ ંદિર છે જેને, લાકા વસ્તુપાલ તેજતપાલનું * મંદિર કહે છે,
. . O
આ મંદિર મંત્રી વસ્તુપાલના નાનાભાઇ તેજપાલે પેાતાના પુત્ર લૂંણસિંહ તથા પેાતાની શ્રી અનુપમાદેવીના કલ્યાણ નિમિત્તે કરેાડા રૂપિયા લગાવી ત્રિ. સ. ૧૨૮૭ ( ઇ. સ. ૧૨૩૧)માં બનાવ્યું હતું. આ દિશ માટે ઈંગ્રેજે પોતાના હાર્દિક ભાવેા વ્યક્ત કરે છે. ભારતીય શિલ્પ સંબંધી વિષયેાના પ્રસિદ્ધ લેખક ફર્ગ્યુસન સાહેબ પોતાના “ પિકચરરક
વસ્તુપાલ અને તેને નાના ભાઈ તેજપાલ ગુજરાતની રાજધાની
અણુહીલવાડના વાસી પેરવાલ અશ્વરાજ ( આસરાજ ) ના પુત્ર અને ગુજરાતના ધેાલકા પ્રદેશના સાલકી ( વાધેલા ) વીરધવલના મંત્રી હતા. જૈનધર્મની સ્થાપના નિમિત્તે તેમની સમાન દ્રશ્ન ખરયનાર બીજો કાઇ થયા નથી.
૧. અહીં'ના શીલાલેખમાં વિ. સ. ૧૨૮૦ આપેલ છે. પરંતુ તીથ કલ્પમાં ૧૨૮૮ લખેલ છે.
For Private And Personal Use Only