________________
8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન (૭) મોક્ષ : સંપૂર્ણ શુદ્ધિ થવી તે મોક્ષ છે. જેવો વીતરાગ સ્વભાવ છે તે
પર્યાયમાં પ્રગટ થવો તે મોક્ષ છે. આમ સાત તત્ત્વના યથાર્થ અને પૃથ્થક પૃથ્થક ભાવનું શ્રદ્ધાન અને ભાસન થવું તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આત્માના અનુભવને જ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. વિશેષઃ કોઈ જીવ સમ્યગ્દર્શન પામવા માટે, શાસ્ત્રમાંથી જીવ-અજીવનું સ્વરૂપ શીખી લે છે, પણ આત્મા જ્ઞાનસ્વભાવી છે, પુણ્ય-પાપ આસવ છે, તે બધાનો નિર્ણય અંતરથી કરતો નથી, તે મિથ્યાષ્ટિ છે. શાસ્ત્રથી શીખે છે, પણ હું જ્ઞાયક
સ્વરૂપ છું, દેહાદિ અજીવ છે, પુણ્ય-પાપ વિકાર છે માટે હેય છે, આત્માના આશ્રયે જ શુદ્ધતા પ્રગટે છે, તે સંવર-નિર્જરા છે. એમ નિર્ણયપૂર્વક સમજતો નથી તે વ્યવહારાભાસી છે. તે અન્ય તત્ત્વોને, અન્ય તત્ત્વરૂપ માની લે છે, અથવા સત્ય માને તો ત્યાં યથાર્થ નિર્ણય કરતો નથી, તેથી તે મિથ્યાષ્ટિ છે. સમ્યગ્દર્શન-આત્માના અનુભવ વિના સ્વરૂપમાં સ્થિરતા શક્ય નથી - તે વિના વ્રત – તપ કે ચારિત્ર હોતાં નથી. અહીં ત્રણ વાત લક્ષમાં લેવાની છે. (૧) દેવ-ગુરુ-શાસ્ત્રને માને-ઓધે ઓધે માને તે ભૂલ છે. આત્માના અનુભવ
પહેલાં તે રાગ છે – શ્રદ્ધા નથી. (૨) તત્ત્વોનું જે રીતે દ્રવ્યથી અને ભાવથી સ્વરૂપ બતાવ્યું છે તેનું જ્ઞાન નથી
કરતો તે મિથ્યાષ્ટિ છે. (૩) તત્ત્વોને ઓધે ઓધે માને પણ અંતરમાં ભાવભાસન નથી તે મિથ્યાદૃષ્ટિ છે. આમાં ‘ભાવભાસન ઉપર જોર છે. અનુભવની વાત છે. નીચેના ચાર બોલમાં સાત તત્ત્વોનું ભાન થયું છે તે સમ્યગ્દષ્ટિ છે. (૧) હું જીવ જ્ઞાયક તત્ત્વ છું. મારો સ્વભાવ શુદ્ધ ચિદાનંદ છે. (૨) શરીરાદિ તથા કર્મ – પર – અજીવ છે તે મારા સ્વભાવથી ભિન્ન છે. (૩) પુણ્ય પાપના ભાવ એ આસવ-બંધના પરિણામ બૂરા છે અને સ્વભાવમાં
નથી. વિકલ્પ સ્વભાવમાં નથી. (૪) સંવર-નિર્જરા-મોક્ષના ભાવ ભલા છે, કરવા જેવા છે, નિર્વિકલ્પ અનુભવ જ કરવા જેવો છે. સતત ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય...
- ૨૧ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org