________________
88888 જેન સનાતન વીતરાગ દર્શન - સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે અને “આત્માનો અનુભવ પણ તે જ કહેવામાં આવે છે.
મોક્ષમાર્ગ નિશ્ચયરૂપ અને વ્યવહારરૂપ એમ બે પ્રકારનો નથી, છતાં તે બે પ્રકારે માનવો તે ભૂલ છે. મોક્ષમાર્ગ બે નથી પરંતુ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે; તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે – તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.
એ લક્ષમાં રાખવું કે વ્યવહારનયના શાસ્ત્રો ભેદમાં રોકવા માટે નથી પણ ભેદ દ્વારા અભેદ આત્માને સમજાવે છે. જો આત્માનું અભેદપણું જીવ ન સમજે અને માત્ર ભેદને જ જાણે તો તેને રાગ ટળે નહિ અને ધર્મ થાય નહિ; માટે આત્માનું અભેદપણું સમજવાની જરૂર છે. જો ભેદ પાડીને કહેવામાં ન આવે તો જીવો “વસ્તુ સ્વરૂપ સમજી શકે નહિ, માટે ભેદો દ્વારા વસુસ્વરૂપ સમજાવવામાં આવે છે.
બધા જ શાસ્ત્રોનું પ્રયોજન “વીતરાગ ભાવ” પોષવાનું છે. સમ્યગ્દષ્ટિના નયોઃ
સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત થવું, આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધારવી તે સમ્યફ અનેકાન્તદષ્ટિ છે. સમ્યદૃષ્ટિ જીવ પોતાના એકરૂપ-ધ્રુવસ્વભાવરૂપ આત્માનો આશ્રય કરે છે તે તેનો નિશ્ચય-સુનય છે, અને અચલિત ચૈતન્યવિલાસરૂપ આત્મવ્યવહાર (શુદ્ધ પર્યાય) જે પ્રગટ થાય છે તેનો વ્યવહાર સુનય છે.
રત્નત્રયનો વિષય ?
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે. તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ તથા વર્તમાન પર્યાય બને છે. સમ્મચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધપર્યાય છે, તેનું કાર્ય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે.
નીતિનું સ્વરૂપ
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે તે વસ્તુ નથી, તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે – એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org