Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 199
________________ જેને સનાતન વીતરાગ દર્શન (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં બધી પર્યાયો કાબુમાં આવી જ ગઈ. એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક્ નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યકજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા ટળીને સમ્યગ્દર્શન થયુંએ પ્રમાણે નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થવા માંડી તે પણ વસ્તુનો સ્વભાવ છે, વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી, ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વ કે પર દ્રવ્ય કોઈને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું. એટલે એકલો વીતરાગ જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થવાની જ. બસ ! જ્ઞાનમાં જ્ઞાતા-દૃષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે. તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતાભાવને ચૂકીને કયાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ મિથ્યાબુદ્ધિ છે. • દુર્ધર, દુષ્કર જે કાંઈ પણ હોય તો તે આત્માનો પુરુષાર્થ છે. ઉત્તમમાં ઉત્તમ પણ એ જ છે. પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. બાકી બધું થોથે થોથા છે. સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. (૧૪) અનુભવની શોભા ખરેખર આત્મદ્રવ્યને લઈને છે. આત્મદ્રવ્ય કૂટસ્થ હોવાથી જો કે અનુભવમાં આવતું નથી. અનુભવ તો પર્યાયનો જ થાય છે, પરંતુ પર્યાયે દ્રવ્યને સ્વીકાર્યું એ પર્યાયની શોભા આત્મદ્રવ્યને લઈને જ છે. દર્શનમોહ મંદ થયા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. (૧૫) આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું? આખો દિવસ તત્ત્વનો અભ્યાસ કરવો. વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો. શરીરાદિથી અને રાગાદિથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ કર. શુભાશુભથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી. પહેલામાં પહેલું આ કરવું. જ્ઞાયક...જ્ઞાયક..જ્ઞાયક.. તેના તરફનું વલણ કરવું. આત્માને માટે કાંઈક એની પાછળ પડવું જોઈએ. આનું આ રટણ કરવું - ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202