Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 201
________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - -- નથી, એવો જે જ્ઞાયકસ્વભાવ, પ્રભુ! તેને અનુભવવાનો પ્રયત્ન કર! આ એક જ કામ આ ભવમાં કરવા જેવું છે. સાર: અહો ! સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો, સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધ રત્નત્રય જે આ એક જ મોક્ષમાર્ગ જિન ભગવંતોએ ઉપદેશ્યો, તે જ માર્ગ પોતે સાધીને વીતરાગી સંતોએ જિનાગમમાં પ્રસિદ્ધ કર્યો છે. આ સનાતન વીતરાગ માર્ગની વાત કહેવામાં આવી છે. આવો માર્ગ જાણીને તેનું સેવન કરવું તે પરમાગમનો સાર છે, તેનું ફળ મહાન ઉત્તમ સુખ છે. આ સમય પ્રાભૂત પઠન કરીને, અર્થ તત્ત્વથી જાણીને; ઠરશે અર્થમાં આત્મા, જે સૌખ્ય ઉત્તમ તે થશે.” અંતિમ ભાવના : આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કેવલ્યસરિતામાં જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે એવા પ્રકાશમાન, આનંદમય સ્વતત્ત્વને છે જગતના જીવો જિનભગવાનના સનાતન વીતરાગ શાસનનો આશ્રય કરીને પામો. સ્યાદ્વાદ વિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને હે! જગતના જીવો પરમાનંદ પરિણામે આજે જ પરિણમો. આ રીતે અહીંયા ! જેને વીતરાગ સનાતન દર્શન માટે અતિ દૃઢપણે-પૂર્ણ શ્રદ્ધાપણે જે થોડું ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચેતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય!) તેવી રીતે અનંત માહાભ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ જાણે કે એ સમસ્ત વર્ણનને અનંત મહિમાવંત ચૈતન્ય ખાઈ જાય છે; ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે છે. તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે-ઉગ્રપણે અનુભવો (અર્થાત્ તે ચિસ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો, કારણ કે આ લોકમાં બીજું કાંઈ જ ઉત્તમ નથી, ચેતન્ય જ એક પરમ ઉત્તમ તત્ત્વ છે. “સનાતન વીતરાગ શાસન જયવંત વર્તા' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202