Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
જ જૈન સનાતન વીતરાગદર્શન જોઈએ. જાગતા, ઉંઘતા એનો પ્રયત્ન થવો જોઈએ. એની રુચિનો પ્રકાર સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર કેટલો મહાન છે ! એને જોવાનું કુતૂહલ જાગે
તેને જોયા વિના ચેન ન પડે. આવો અપૂર્વ પુરુષાર્થ ઉપડવો જોઈએ. (૧૬) જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર
અનાદાર જાગે છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગમાં ચૈતન્યનો અંશ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળુ છું તેમા દુઃખ, દુઃખ ને દુઃખ છે –
ઝેર છે. તેમ પહેલાં જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. (૧૭) અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો ! કષાયને પોતાના માનવા તે
તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાયભાવો જ્ઞાનમાં જણાય છે, તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિ વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી. પરજાત-પરશેય છે. સ્વજાત-સ્વજોય નથી. તું જ્ઞાયકસ્વરૂપ નિર્લેપ પ્રભુ છો ! એ પ્રભુતાનો અંતરથી
વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. (૧૮) જાણનાર...જાણનાર...જાણનાર તે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનાર
તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સત્પણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી, પણ વર્તમાન છે તે ત્રિકાળને બતાવી રહ્યું છે. વર્તમાન જાણનાર
અસ્તિ-તે ત્રિકાળી અસ્તિ-સને જાહેર કરે છે, બતાવે છે. (૧૯) આત્મામાં અનંતગુણો ભર્યા છે ને એક એક ગુણમાં અનંતા ગુણોનું રૂપ છે અને
એક એક ગુણમાં અનંતી પર્યાય થવાની તાકાત છે. તારો સ્વદેશ ભગવાન અનંત ગુણોની અભૂત ઋદ્ધિથી ભરેલો છે. તેમાં એકવાર નજર તો કર, તો તને સંતોષ થશે. આનંદ થશે. પુણ્ય-પાપના પરિણામમાં નજર કરતા દુઃખ
વેદાય છે. (૨૦) નિરાકુળ જ્ઞાયકસ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. તને બીજું આવડે ન
આવડે, લખતાં ન આવડે, તેનાથી શું પ્રયોજન છે? જ્ઞાયક સ્વભાવને જાણીને અનુભવવા પ્રબળ પુરુષાર્થ કર ! એ જ કરવા જેવું છે. જેના એક સમયના અનુભવ આગળ ચક્રવર્તીના રાજપણ તુચ્છ છે. એ આત્માના અનુભવ માટે પુરુષાર્થ કર ! દુનિયામાં કેમ આગળ વધવું ને બહાર ગણતરીમાં કેમ આવવું? અરેરે! એ બધું શું છે? ભાઈ ! તારા અનંતા અનંતા ગુણોની ગણતરીનો પાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 198 199 200 201 202