Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 191
________________ 8 8 8 8 8 [ જૈન સનાતન વીતરાગ દર્શન કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. વિશેષ પ્રવચન : અહીં કહે છે કે ‘શરીરાદિ’ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર. તારા અભિપ્રાયમાં એમ લે કે હું જ્ઞાયક ભગવાન બધા મૂર્તિકદ્રવ્યોથી ભિન્ન છું. આ છે સ્થૂળ ભેદજ્ઞાન. હવે સૂક્ષ્મ ભેદજ્ઞાન. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ પુણ્યના પરિણામ પણ મૂર્ત છે. (પુદ્ગલના લક્ષે થતાં બધા જ વિકારી ભાવ-શુભાશુભ ભાવ પણ મૂર્ત છે). તે બધા મૂર્ત દ્રવ્યોનો સ્વામી ન થા. પાડોશી થા ! એ ભાવોથી હું ભિન્ન છું અને શ્રદ્ધામાં લે કે એનો કર્તા હું નથી. એ ભાવો મારા ધ્રુવ જ્ઞાયસ્ક્વભાવમાં નથી. એ બધા વિકલ્પોથી ભિન્ન પડી નિર્વિકલ્પ અનુભૂતિ કરવાનું કહે છે. પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કર ! એકવાર પ્રભુ ! તું રાગ અને શરીરાદિનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. દરેક ઉદય સમયે અભિપ્રાયની ધારામાં એમ આવે કે હું આનાથી ભિન્ન છું અને સ્વભાવે જ્ઞાનઆનંદ સ્વરૂપ છું. આવી ધારા બે ઘડી ચાલવી જોઈએ એમ આચાર્યશ્રીનો કહેવાનો ભાવ છે. મોહથી છૂટીને તું અંદર જો કે તું કોણ છો? તું ફક્ત બે ઘડી શ્રદ્ધા કર-એમાં ધારા તૂટવી ન જોઈએ. જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો શુદ્ધ છે (રાગથી ભિન્ન છે) તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજ પદ પ્રાપ્ત થશે એટલે આત્માનો અનુભવ થશે. અહીં કહે છે પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક, મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે અને આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એ વર્તમાન જ્ઞાનની પર્યાય (શુદ્ધ પર્યાય)માં ભગવાન આત્મા પણ શુદ્ધ જણાશે. આનું નામ આત્માનો અનુભવ-સમ્યગ્દર્શન છે. Jain Education International ૧૭૬ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202