Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 196
________________ 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન - ---- છતાં તેના સ્વામીપણે હું થનાર નથી. ભવિષ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થશે એવો મારો પ્રયત્ન છે. છતાં તે વખતે પણ રાગ હશે. પરંતુ તે રૂપે હું (સ્વભાવ કરીને) પરિણમનાર નથી તેવો નિર્ણય છે. નિર્ણય કરનાર છે વર્તમાન જ્ઞાનની પર્યાય અને અનુભવ થશે પણ પર્યયમાં. પણ તે પર્યાય એવો નિર્ણય કરે છે કે હું તો ચિન્માત્ર અખંડ અભેદ જ્યોતિ સ્વરૂપ છું, પર્યાયરૂપ નથી. (૪) આખા સિદ્ધાંતનો સારમાં સાર એ છે – “બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે” શ્રીમદે કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઉતરશે. આત્મવસ્તુ કે જેના ધ્રુવદળમાં અનંત શાંતિ અને અનંત વીતરાગતા છે તેનો પર્યાયમાં અનુભવ નથી એટલે કે અનુભવની શક્તિ જેણે પ્રગટ કરી નથી ને રાગની રુચિમાં પડ્યા છે, તે જીવ, ચૈતન્યચંદ્ર અર્થાત્ ઉપશમ રસથી ભરેલા ભગવાન આત્માના જ્ઞાનસ્વરૂપના અનુભવ વિના તેને પામી શકતા નથી. દયા-દાન-વ્રત, તપ, જપ, ભક્તિ આદિ કોટિ ઉપાય કરે તો પણ ચૈતન્ય ભગવાન તેને પ્રગટ થતો નથી. રાગની ક્રિયા લાખ શું કરોડ કરે તો પણ ભગવાન આત્મા પ્રગટ થાય તેવો નથી. તો ઉપાય શું? જે વર્તમાન જ્ઞાનની પર્યાયની દિશા-મુખ પર તરફ છે, તે જ વર્તમાનજ્ઞાનની પર્યાયની દિશા-મુખ સ્વતરફ વાળીને તેનું લક્ષ અને એકાગ્રતા કરતાં તો શુદ્ધ આત્મા નિર્મળ પર્યાયમાં રાગથી ભિન્ન જણાય છે. આત્મા સ્વયં સ્વ સંવેધમાન છે. પોતે પોતાના વડે સંવેધમાન - સંવેદનમાં આવવા યોગ્ય છે. આત્મા જ્ઞાનને આનંદ સ્વરૂપ છે, તેમાં પોતે એકતા કરે અને વિભાવથી પૃથ્થકતા કરે તે ઉપાય છે ને મોક્ષનો માર્ગ છે. (૬) નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે. એવું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી. પણ નિર્વિકલ્પ સ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિ માત્ર લક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી-સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે. ભગવાનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202