Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 195
________________ 88 888 જૈન સનાતન વીતરાગ દર્શન € € € ઉપસંહાર : (૧) નિશ્ચયદૃષ્ટિથી દરેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. જિનવરને જીવમાં ફેર નથી. ભલે તે એકન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપે તો પ્રત્યેક જીવ પરમાત્માસ્વરૂપ જ છે. પર્યાય ઉપરથી જેની દૃષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે એ તો પોતાને અને પ્રત્યેક જીવને પરમાત્માસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે, અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દૃષ્ટિ ! અરે ! આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનાર, માન્યતારૂપી ગઢના પાર ન મળે ! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દૃષ્ટિમાં લેવો કેમકે આત્માનું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. (૨) જ્ઞાનસ્વરૂપીને અતીન્દ્રિય આનંદસ્વરૂપી પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ વડે આસ્વાદવા લાયક છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ હોવાથી ભગવાન આત્મા જ્ઞાનગુણ વડે અનુભવવા લાયક છે. કારણ કે કારણાંતર વડે તે અનુભવવા યોગ્ય નથી. એટલે કે આ કારણ સિવાય અર્થાત્ જ્ઞાનગુણ સિવાય રાગી ક્રિયા આદિ અન્ય કારણો વડે ભગવાન આત્મા જણાવા લાયક નથી. જેને સુખી થવું હોય તેને કહે છે કે આ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાંગજ્ઞાન અને સુખથી ભરેલી છે, તેની સન્મુખ થવું તે સુખી થવાનો એક જ માર્ગ છે. તે ધર્મ છે. સર્વાંગ શુદ્ધ જ રહેલી ચૈતન્યવસ્તુ સન્મુખ થતાં – પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનો નાશ થાય છે અને શુદ્ધતા પ્રગટ થાય છે. તેનું નામ પોતાનું હિત એટલે કલ્યાણ છે. આત્માનું હિત મોક્ષ છે. અનાદિથી તને વિજ્ઞાનધન આત્માની મહિમા બેઠી નથી. અનાદિથી બાહ્ય ચીજમાં આશ્ચર્યતાને કારણે પોતાના જ્ઞાનસ્વરૂપ કરતાં પરમાં કાંઈ વિશેષતા તથા વિસ્મયતા લાગતાં ત્યાંથી ખસતો નથી. ભગવાન આત્મા સર્વાંગે જ્ઞાનથી ભરેલો છે એટલે કે અસંખ્ય પ્રદેશે જ્ઞાનથી ભરેલો છે, તેની અદ્ભૂતતાને નિહાળવા એકવાર તો પ્રયત્ન કર ! (૩) નિર્વિકલ્પ થવાવાળો જીવ, નિર્વિકલ્પ અનુભૂતિ થતાં પહેલાં વિકલ્પમાં આવો નિર્ણય કરે છે કે સ્વભાવથી હું રાગાદિભાવે પરિણમનારો નથી, પણ જ્ઞાન દર્શનરૂપ પરિણમનારો (એવા સ્વભાવે) છું. હજુ રાગાદિભાવો થશે એમ જાણે છે, *૧૮૦ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202