Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 189
________________ જૈન સનાતન વીતરાગદર્શન શ્રદ્ધાન થાય નહિ. “જિનેંદ્રદેવે જે સૂક્ષ્મ તત્ત્વ કહ્યું છે તે બધુંય ભલા પ્રકારથી હું ઈષ્ટ કરું છું’ એ પ્રમાણે જીવ શ્રદ્ધાવાન થાય છે. (૧૪) સમ્યક્ત્ત્વસમ્મુખ જીવનો ઉત્સાહપૂર્વક પ્રયત્ન ઃ જે જીવ સમ્યકત્ત્વ સમ્મુખ થયો છે તેને અંતરમાં પોતાનું સમ્યગ્દર્શનરૂપી કાર્ય કરવાનો ઘણો જ હર્ષ છે, એટલે ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે, પણ પ્રમાદ કરતો નથી. તત્ત્વવિચારનો ઉધમ કરે છે અને એવો ઉધમ કરતાં કરતાં કેવળ પોતાના આત્મા વિષે જ “આ હું છું.” એવી અહબુદ્ધિ થાય ત્યારે સમ્યગ્દષ્ટિ થાય છે. જેમ શરીરમાં અહબુદ્ધિ છે કે “આ હું છું” તેમ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અહબુદ્ધિ અનુભવપૂર્વક થાય ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધ પરિણતિ શરૂ થઈ જાય છે. શુદ્ધ ઉપયોગ તો ચોથા ગુણસ્થાને થોડો જ કાળ રહે છે, તે વખતે બુદ્ધિપૂર્વક કષાય નથી. સ્વભાવ સન્મુખ જ ઉપયોગ છે ત્યા બુદ્ધિપૂર્વક રાગ નથી. અંતરમાં અનુભૂતિપૂર્વક વેદન થઈ ગયું છે કે હું જ્ઞાનાનંદમૂર્તિ આત્મા જ છું, - આનું નામ સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી આવો અનુભવ ન થાય ત્યાં સુધી તત્ત્વવિચારનો ઉધમ કર્યા જ કરે. પોતાના ભાવોને બરાબર જાણે. આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય તે મને હિતરૂપ છે-આમ અનુભૂતિપૂર્વક સ્વસંવેદન પ્રત્યક્ષજ્ઞાનથી જાણે ત્યારે જ સમ્યગ્દષ્ટિ છે. નિર્વિકલ્પ અનુભવમાં મતિ-શ્રુતજ્ઞાન પણ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા જ્ઞાનથી આત્માના સ્વભાવને પોતાપણે જાણે તે જીવ સમ્યગ્દષ્ટિ છે. સમ્પસન્મુખ જીવ તેવો અભ્યાસ કરે છે તે જીવ થોડા કાળમાં જ સમ્યગ્દર્શન પામે છે. અગર આ ભવના સંસ્કાર લઈને જ્યાં જાય ત્યાં પામે છે. અંતરમાં સ્વરૂપસન્મુખ થવાનો અભ્યાસ કરતાં કરતાં મિથ્યાત્વનો રસ એકદમ ઘટતો જાય છે અને એવો અભ્યાસ કરતાં કરતાં સ્વરૂપ સન્મુખ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે. (૧૫) તત્ત્વવિચાર થતાં જ સમ્યકત્ત્વનો અધિકારી ઃ જુઓ તત્ત્વવિચારનો મહિમા ! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કરે, વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યકત્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્ત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉધમ જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202