Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 188
________________ 8 189 18 જૈન સનાતન વીતરાગ દર્શન -- -- પ્રગટ કરવાની ગરજ હોય - તે જીવની આ વાત છે. જુઓ, આ સમ્યગ્દર્શન માટેનો ઉધમાં (૧૧) સ્વાનુભવ પ્રગટ કરવા માટે પ્રેરણા તત્ત્વના નિર્ણયનો ઉધમ કરવો. “સમ્યકત્ત્વ સુલભ છે, સહજ છે, કયો જીવ ક્યારે સમ્યકત્ત્વ પામશે – તે બધી નોંધ કેવળી ભગવાનના જ્ઞાનમાં છે' - એમ કહેવાય, પણ ત્યાં સહજ કહેતાં જ ઉધમ પણ તેમાં ભેગો જ છે. શ્રી સમયસારમાં કહ્યું છે કે “હે જીવ! તું જગતનો વ્યર્થ કોલાહલ છોડીને અંતરમાં ચૈતન્યવસ્તુને અનુભવવાનો છ માસ પ્રયત્ન કર, તો તને અવશ્ય તેની પ્રાપ્તિ થશે. રુચિ થઈ અને અંતરમાં અભ્યાસ કરે તો અલ્પકાળમાં અંતરમાં તેનો અનુભવ થયા વિના રહે નહિ; તેથી સમ્યગ્દર્શન માટે અંતરમાં તત્ત્વનિર્ણય અને અનુભવનો ઉધમ કરવો જોઈએ. સમ્યગ્દર્શનથી જ સંસાર પરિમિત થાય છે. સનાતન દિગંબર જૈન સત્ય માર્ગ મહાવિદેહમાં ચાલી રહ્યો છે. જેવો માર્ગ ત્યાં છે તેવો જ અહીં છે, ને જેવો અહીં છે તેવો જ ત્યાં છે. વીતરાગમાર્ગ એક જ પ્રકારનો છે. તેનો જેવો ભાવ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તેવો જ ભાવ પોતાને ભાસવો જોઈએ. પોતાને ભાવભાસન સાથે પ્રતીતિ થાય તે જ યથાર્થ પ્રતીતિ છે. અહીં ભાવભાસન ઉપર ખાસ વજન છે. (૧૨) ભાવભાસનપૂર્વક પ્રતીતિ તે જ સાચી પ્રતીતિ છે? પરીક્ષા કર્યા વિના ઉપદેશ માની લેવાથી તેનો ભાવ પોતાને ભાસે નહિ અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાના નિર્મળ થાય નહિ; માટે ભાવભાસન સહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે. (૧૩) પરીક્ષા કરીને હેય-શય-ઉપાદેય તત્ત્વોને ઓળખવા આત્માની સંવર-નિર્જરા-મોક્ષરૂપ નિર્મળ પર્યાય તે ઉપાદેયતત્ત્વ છે તથા મિથ્યાત્વાદિ બંધભાવો તે હેયતત્ત્વો છે. નિશ્ચયમાં પોતાનો શુદ્ધ આત્મા ઉપાદેય છે, વ્યવહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ઉપાદેય છે. અન્ય જીવ તથા અજીવતત્ત્વ જ્ઞાનના જોય છે. આમ નવ તત્ત્વોમાં હેય-ઉપાદેય તત્ત્વની પરીક્ષા કરીને નક્કી કરવું જોઈએ. પ્રયોજનભૂત તત્ત્વનું એવું સ્વરૂપ છે તેવું ઓળખ્યા વગર યથાર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202