________________
28 888 જેને સનાતન વીતરાગ દર્શન
નથી. જો એમ ન જાણે તો એકાંત થાય છે. માટે જેમ છે તેમ જાણવું જોઈએ; તો તે જ્ઞાન સમ્યક થાય છે. જે બિસ્કુલ સંબંધ ન હોય તો વર્તમાનમાં સિદ્ધદશા હોવી જોઈએ, પણ એમ નથી. પણ પર્યાયદૃષ્ટિએ વર્તમાનમાં બંધ છે એમ માનવું. શાસ્ત્રમાં આત્માને કર્મ-નોકર્મથી ભિન્ન અબદ્ધ-સ્કૃષ્ટ કહે છે તે કેવી રીતે છે? આત્માને કર્મ અને નોકર્મ સાથે તાદાભ્ય સંબંધ નથી પણ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. આત્મા કર્મ અને શરીરમાં એકમેક થઈ જાય છે એમ બનતું નથી, તો પણ આત્માને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
નથી એમ નથી. આત્માને સર્વથા નિબંધ માને તે મિથ્યાષ્ટિ છે. (૫) “બંધ-મોક્ષ છે કલ્પના દ્રવ્યદૃષ્ટિ વડે તો એક દશા છે અને પર્યાય દૃષ્ટિ
વડે અનેક અવસ્થા થાય છે – એમ માનવું યોગ્ય છે. સામાન્ય વિશેષ બંનેનું યથાર્થ જ્ઞાન કરવું. વળી તે આત્માનું ચિંતવન કેવી રીતે કરે છે તે કહે છે. (૧) “હું સિદ્ધ સમાન શુદ્ધ છું” (૨) કેવળજ્ઞાનાદિ સહિત છું. (૩) દ્રવ્યકર્મ-નોકર્મથી રહિત છું (૪) પરમાનંદમય છું (૫) જન્મ-મરણાદિ દુઃખ મને નથી એમ અનેક પ્રકારથી ચિંતવન કરે છે. પણ તે તેનો ભ્રમ છે, કેમ કે જો ચિંતવન દ્રવ્યદૃષ્ટિથી કરે છે, તો દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ છે, તેને તે જાણતો નથી. તારી દ્રવ્યદૃષ્ટિ સાચી નથી. દ્રવ્યમાં એકરૂપતા હોવા છતાં પણ જેને શુદ્ધ-અશુદ્ધ બંને પર્યાય આત્માની છે એવી ખબર નથી અને એનો સ્વીકાર નથી, તેને કહે છે કે દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ છે. માટે દ્રવ્યદૃષ્ટિથી તું ચિંતવન કરે છે કે આત્મા સિદ્ધસમાન છે, તારી એ વાત બરાબર નથી. જો દ્રવ્યદૃષ્ટિથી ચિંતવન કરો છો તો દ્રવ્ય તો એકલું શુદ્ધ નથી પણ શુદ્ધ-અશુદ્ધ બનેરૂપ છે અને પર્યાયદષ્ટિથી ચિંતવન કરો તો તો વર્તમાન પર્યાય તો તારે અશુદ્ધ છે. માટે બંને રીતે શુદ્ધનું ચિંતવન કરવું તે ભ્રમણા છે. વળી જો તમે શક્તિ અપેક્ષાએ શુદ્ધ માનો છો તો, હું આવો હોવા યોગ્ય છું’ એમ માનો; “હું સિદ્ધ થવાને લાયક છું એમ માનો પણ હું આવો છું તે માનવું ભ્રમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org