Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 182
________________ 88 જૈન સનાતન વીતરાગદર્શન (પ્રવૃત્તિ એ નયરૂપ નથી - મન, વચન, કાયાની પ્રવૃત્તિ એ જડની ક્રિયા છે. “સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર). (૪) નિશ્ચયનય- વસ્તુ જેવી છે તેવું નિરૂપણ કરે છે-સત્યાર્થ છે. વ્યવહારનય-વસ્તુ સ્વરૂપ હોય તેનાથી જુદું કહે છે – અસત્યાર્થ છે. માટે વ્યવહારનયને ઉપાદેય માનવો તે મિથ્યાત્વ છે. બંને સાથે છે પણ બંને ઉપાદેય નથી. (નિશ્ચયનય-સત્યાર્થ છે, ભૂતાર્થ છે, વ્યવહાર નય અસત્યાર્થ છે, અભૂતાર્થ છે.) (૫) સમયસારાદિ દ્રવ્યાનુયોગ ગ્રંથોમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કહ્યો છે તથા વ્રત, તપ, સયમાદિને વ્યવહાર કહ્યો છે એવી રીતે ઉભયાભાસી એમ માને છે એ મિથ્યાત્વ છે. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે તેથી તેને નિશ્ચય કહ્યો. અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો “શુદ્ધ' શબ્દનો અર્થ જાણવો પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો. વળી વ્રતાદિ મોક્ષમાર્ગ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઊપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ તેથી તેને વ્યવહાર કહ્યો. પણ બંને જ સાચા મોક્ષમાર્ગ છે અને બંનેને ઉપાદેય માનવા એ મિથ્યાત્ત્વ છે. (‘શુદ્ધ' શબ્દનો અર્થ સમજવા જેવો છે. શુદ્ધતા બે પ્રકારની છે દ્રવ્યની શુદ્ધતા - પર્યાયની શુદ્ધતા. સ્વથી અભિન્ન અને પરથી ભિન્ન એ દ્રવ્યની શુદ્ધતા છે, અને પર્યાયમાં જે રાગાદિ છે તે પર્યાયની અશુદ્ધતા છે. શુદ્ધ સ્વભાવના લક્ષે પર્યાયમાં અશુદ્ધતા ઘટતી જાય છે - બીજો કોઈ અશુદ્ધતા દૂર કરવાનો ઉપાય નથી) અજ્ઞાની માને છે કે શ્રદ્ધાન તો નિશ્ચયનું રાખીએ છીએ તથા પ્રવૃત્તિ વ્યવહારરૂપ રાખીએ – એ રીતે બંને નયોને અંગીકાર કરીએ છીએ – અહીં અંગીકારનો અર્થ બરાબર નથી. કારણ કે એ રીતે બનતું નથી. કારણ કે નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે. પણ એક જ નયનું શ્રદ્ધાન થતાં તો એકાંત મિથ્યાત્વ થાય છે. અજ્ઞાની નિશ્ચયની શ્રદ્ધા રાખવી અને વ્યવહારની પ્રવૃત્તિ રાખવી એમ બંને નયનું ગ્રહણ કરવું કહે છે તે વાત ખોટી છે. વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન નથી કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. તેથી એ પ્રમાણે પણ નયોનું ગ્રહણ માનવું મિથ્યાત્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202