Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 184
________________ 989 જેન સનાતન વીતરાગ દર્શન 'નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્ઠાપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપ નિજ ભગવાન આત્માનો મહિમા લાવી તેમાં પ્રવર્તવું યુક્ત છે. (સઘળો ય વ્યવહાર પરાશ્રયી છે માટે છોડવા યોગ્ય છે). (૧૦) શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો અને જ્યાં સુધી શુદ્ધોપયોગ પ્રગટ ન થાય ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં પ્રવર્તવું કારણ કે શુભોપયોગની અપેક્ષાએ અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે – છતાંપણ એ શુભોપયોગ કરવા જેવો નથી એ માન્યતા છૂટવી ન જોઈએ. તત્ત્વનનો અભ્યાસ, તત્ત્વનું ચિંતન, તત્ત્વનો વિચાર, તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાન એ બધું વિકલ્પરૂપ જ છે તેનો અભાવ થતાં નિર્વિકલ્પ આત્માનુભૂતિ થાય છે. (બધાને ભૂમિકાનુસાર શુભાશુભ ભાવો આવે છે અને એ પ્રમાણે મન-વચન-કાયાની પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે પણ એનાથી ઘર્મ થાય એમ માનવું નહિ. માન્યતાના દોષમાં જ્ઞાની એમ માને છે એનાથી ઘર્મ-આત્માનું હિત થાય નહિ – અજ્ઞાની એમ માને છે એનાથી ધર્મ-આત્માનું હિત થાય. નિશ્ચયથી સુખની અનુભૂતિ થાય – વ્યવહારથી આત્માની અનુભૂતિ ન થાય.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202