________________
48484848484 જૈન સનાતન વીતરાગ દર્શન
૧૮ ૧૯ ૨૮ ૧૯ (૨) નિઃકાંક્ષિત અંગ ઃ શુભ ક્રિયા કરીને તેના ફળની અભિલાષા ન કરવી એ નિઃકાંક્ષિત અંગ છે. નિઃકાંક્ષિત અંગમાં શુભના ફળની વાંછાનો અભાવ કહીને નાસ્તિથી ગુણ બતાવ્યો છે. એકલા પવિત્ર નિર્મળ નિજરૂપમાં નિઃશંક એવા ધર્મીને શુભપરિણામ આવે છે પણ તેની પાછળ તેના ફળની ભાવના હોતી નથી. નિઃસંશય ભાવ સાથે નિર્વાંછકભાવ પણ હોય જ છે. ‘શુભરાગથી હું રહિત છું માટે તેના ફળની ઈચ્છા પણ મને નથી.’ સમ્યગ્દષ્ટિ શુભભાવથી વિરક્ત છે. (૩) નિર્વિચિકિત્સા અંગ ઃ દુઃખદાયક પદાર્થો જોઈને ગ્લાનિ ન કરવી તે
નિર્વિચિકિત્સા અંગ છે. પોતાના પરિણામમાં કોઈ એવો અશુભ વિકલ્પ આવી જાય ત્યારે એમ ન થઈ જાય કે અરે ! મારા સ્વભાવમાં આ શું આવી ગયું? મારા સ્વભાવમાં તેનો અભાવ છે એમ જાણતાં જ્ઞાનીને અશુભપરિણામ પર દ્વેષ નથી. જ્ઞાની તો જ્ઞાતા-દષ્ટા છે. જે છે તેને જાણે છે. અશુભ પદાર્થ પ્રત્યે ગ્લાનિ ન થવી એ તો સાધારણ વાત છે. મૂળ તો અશુભરાગ પ્રત્યે પણ ગ્લાનિ થતી નથી.
ઃ
(૪) અમૂઢદૃષ્ટિ અંગ : અવિવેક છોડીને તત્ત્વોનો યથાર્થ નિર્ણય કરવો એ અમૂઢદૃષ્ટિ અંગ છે. તત્ત્વના વિષયમાં સૂક્ષ્મ વાતમાં પણ ધર્મીને વિભ્રમ હોતો નથી. વિવેકપૂર્વક તત્ત્વનો યથાર્થ નિર્ણય વર્તે છે. ભગવાન આત્મા તો મોક્ષપુરીનો નાથ છે તેની પ્રતીતમાં લીધો એવા સમકિતવંતને કોઈ ભાવમાં-કોઈ તત્ત્વમાં મૂઢતા ન હોય. તેને અમૂઢ દષ્ટિ પ્રગટ થઈ ગઈ છે.
(૫) ઉપગુણન અંગ : કોઈ જીવનાં દોષ બીજાને કહેતો નથી. આ તો વ્યવહારની વાત કરી છે. નિશ્ચયથી મૂળ તો પોતાને પર્યાયષ્ટિનો નાશ થયો છે, દ્રવ્યષ્ટિ પ્રગટ થઈ છે. તેથી પોતાને પણ શુદ્ધ સ્વભાવથી જુવે છે અને બીજાને પણ શુદ્ધ દ્રવ્યસ્વભાવથી જ જુવે છે. સર્વ જીવને સિદ્ધ સમાન શુદ્ધ જ જુવે છે. નિર્દોષ સ્વભાવને જ જુવે છે, પર્યાયમાં રહેલા દોષને જોતો નથી.
(૬) સ્થિતિક૨ણ અંગ ઃ ધર્મીને રત્નત્રયમાં જરાય ચંચળતા નથી. જુવો ! ચોથા ગુણસ્થાનમાં પણ રત્નત્રય કહ્યું છે ને ! ધર્મીને પોતાના શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતાના અંશમાં ક્યાંય ચંચળતા હોતી નથી. બોધ એટલે જ્ઞાન, પોતાના ચૈતન્યસ્વભાવમાં જ્ઞાની સ્થિર રહે છે. આ તેમનું સ્થિતિકરણ અંગ છે.
૧૩૯
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org