________________
8 8 8 8 8 જૈન સનાતન વીતરાગ દર્શન
-
સંયમ અને સાધનાનું પર્વ છે. ભાદરવા સુદ-૫ થી સુદ-૧૪ સુધીના દસ દિવસો દરમ્યાન આત્માની આરાધનાનું આ પર્વ ઉજ્જવવામાં આવે છે. આત્માના નિજ સ્વભાવના આશ્રયે પ્રગટ થતી આત્માની નિર્મળ, નિદોષ, શુધ્ધ સ્વભાવ પર્યાય એને જ ઉત્તમક્ષમાદિ દસધર્મ કહેવામાં આવ્યા છે.
(૧૫) અનેકાન્તનું સ્વરૂપ ઃ શુદ્ધતા અને અશુદ્ધતા બંને હોવા છતાં જો શુદ્ધ સ્વભાવ ઉપર દૃષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ? ઉપાદાન અને નિમિત્ત બંને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ? શુદ્ધ સ્વભાવ અને રાગ અથવા નિશ્ચય અને વ્યવહાર બંને હોવા છતાં, નિશ્ચય દ્રવ્ય સ્વભાવ તરફ દૃષ્ટિ કર્યા વગર વ્યવહાર કરશે કોણ?
નિર્મળ જ્ઞાયકસ્વભાવ તરફ વલણ વગર સ્વ-પરને જાણવાનો વિવેક ઊઘડશે નહિ. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાન્તનું પ્રયોજન છે. વસ્તુ સ્વરૂપ અનેકાંત છે. જેમાં અનેક અંત એટલે ધર્મ હોય તે અનેકાંત કહેવાય છે.
સમ્યક્ અનેકાંત ઃ પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી અવિરુદ્ધ એક વસ્તુમાં જે અનેક ધર્મો છે, તેનું નિરૂપણ કરવામાં તત્પર છે તે સમ્યક્ અનેકાંત છે. દરેક ચીજ પોતાપણે છે અને પરપણે નથી. આત્મા સ્વસ્વરૂપે છે અને પરસ્વરૂપે નથી. આ પ્રમાણે જાણવું તે સમ્યક્ અનેકાંત છે.
સમ્યક્ એકાંત ઃ પોતાના સ્વરૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું - આદિ વસ્તુનું જે સ્વરૂપ છે તે તેની અપેક્ષા રાખીને પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એક પડખાંનો વિષય કરનાર નય સમ્યક્ એકાંત છે.
“અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.’’
આમાં નિત્ય ધ્રુવ સ્વભાવ-અનિત્ય પર્યાય સ્વભાવ, ઉપાદાન-નિમિત્ત, નિશ્ચય-વ્યવહાર, દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધપર્યાય બધા જ સિદ્ધાંત આવી જાય છે.
(૧૬) જૈનધર્મનું મહત્ત્વ : જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ તેમાં જ થાય છે. એનાથી
૪૧૨૩
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org