________________
ક ક જૈન સનાતન વીતરાગ દર્શન
-2 (૧) ઈચ્છા થઈ – તે આત્માના ચારિત્રગુણના પરિણામ છે. (૨) હોઠ ચાલે – તે હોઠના રજકણોની (પુદ્ગલ પરમાણુઓની) અવસ્થા છે. (૩) ભાષા નીકળી - તે ભાષા વર્ગણાના રજકણોની અવસ્થા છે. (૪) તે વખતનું જ્ઞાન - આત્મવસ્તુના આશ્રયે છે – જ્ઞાનગુણનું પરિણામ છે.
આમાં હોઠની અવસ્થા ઈચ્છાના આધારે થઈ નથી. ભાષા નીકળી તે ઈચ્છાના આશ્રયે કે હોઠના આશ્રયે થઈ નથી, પણ પરિણામી એવા રજકણોના આશ્રયે તે ભાષા થઈ છે. .
તે વખતનું જ્ઞાન – ઈચ્છાના કે ભાષાના આશ્રયે નથી – આત્માના જ્ઞાનગુણનું એ પરિણામ છે. આવું વસ્તુસ્વરૂપ છે.
આ દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતાનો મહાન સિદ્ધાંત છે. ક્ષણે ક્ષણે ઈચ્છા, ભાષા ને જ્ઞાન, ત્રણે એકસાથે થાય છતાં ઈચ્છા ને જ્ઞાન તે જીવના આશ્રયે છે ને ભાષા તે જડના આશ્રયે છે; ઈચ્છાના કારણે ભાષા થઈ કે ભાષાના કારણે જ્ઞાન થયું – એમ નથી. તેમજ ઈચ્છાના આશ્રયે પણ જ્ઞાન નથી. ઈચ્છા અને જ્ઞાન - એ બને છે તો આત્માના પરિણામ, છતાં એકના આશ્રયે બીજા પરિણામ નથી. જ્ઞાન પરિણામ અને ઈચ્છા પરિણામ બંને ભિન્ન ભિન્ન છે. જ્ઞાન તે ઈચ્છાનું કાર્ય નથી ને ઈચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. અને જડ ભાષા તો જડનું કાર્ય છે. પરમાણમાં હોઠનું હલન ને ભાષાનું પરિણમનએ બંને પણ જુદી વસ્તુ છે. હોઠના હલનના આશ્રયે ભાષાનો પર્યાય નથી. હોઠનું હલન તે હોઠના પુદ્ગલોના આશ્રયે છે, ભાષાનું પરિણમન તે ભાષાના પુલોના આશ્રયે છે.
હોઠ અને ભાષા; ઈચ્છા અને જ્ઞાન; એ ચારેનો કાળ એક, છતાં પરિણામ જુદા.
કેટલી સ્વતંત્રતા! આમાં પરના આશ્રયની તો વાત જ ક્યાં રહી? જગતમાં જે કાર્ય હોય તે સની અવસ્થા હોય, કોઈ વસ્તુના પરિણામ હોય, પણ વસ્તુ વગર અદ્ધરથી પરિણામ ન થાય; પરિણામીનું પરિણામ હોય, ટકતી વસ્તુના આશ્રયે પરિણામ થાય, પરના આશ્રયે ન થાય.
- આત્મામાં ચારિત્રગુણ, જ્ઞાનગુણ વગેરે અનંત ગુણ, તેમાં ચારિત્રના વિકૃત પરિણામ તે ઈચ્છા છે, તે ચારિત્રગુણના આશ્રયે છે, અને તે વખતે તે ઈચ્છાનું જ્ઞાન થયું તે જ્ઞાનગુણરૂપ પરિણામીના પરિણામ છે, તે કાંઈ ઈચ્છાના પરિણામના આશ્રયે નથી. આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org