________________
જૈન સનાતન વીતરાગ દર્શન (૯) હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું' એમ જ્ઞાયકના લણે જીવ સાંભળે છે, તેને
સાંભળતા પણ લક્ષ શાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું, એમ જોર રહે છે. તે જીવને સમ્યફ સન્મુખતા રહે છે, મંથનમાં પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે, એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તોપણ તે જીવને સમ્યકત્ત્વની સન્મુખતા થાય છે. એ જીવને અંતર એવી લગ્ની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ. જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે. તેમ સમ્યક સન્મુખતાના એવા દઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. વિકલ્પથી નિર્વિકલ્પ થવાની આ વિધિ છે.
ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર,
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર” અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા
ઉતરશે. અનુભૂતિ એ જૈનશાસન છે. (૧૦) અરે ભાઈ ! તું વિચાર કર કે તું કોણ છો? તું જ્ઞાયકસ્વરૂપ છો. જે થાય છે તેને
જાણ ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધા ઝઘડા મટી જાય. પોતે પરદ્રવ્યનો કર્તા નથી, રાગનો કર્તા નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી, અકર્તાસ્વરૂપ છો. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે. એ
ખરેખર જૈનદર્શન છે. (૧૧) જે પર્યાય થવાવાળી છે તેને કરવું શું? અને જે નહિ થવાવાળી છે તેને પણ કરવું
શું? એવો નિશ્ચય કરતાં જ કર્તૃત્ત્વબુદ્ધિ તૂટીને સ્વભાવ સન્મુખ થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર-દેખનાર છે. એમ હું પણ ત્રિકાળીને જાણવા-દેખવાવાળો
જ છું. એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યગ્દર્શન છે. (૧૨) અનંત ગુણ સ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ, તેને (આત્માને)
એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે.
- ૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org