________________
અઢારમી સદી
[૩૩]
દેવચ’દ્રગણિ
૧લે અને રજો' એ નામના પુસ્તકમાં પ્રકટ થયેલ છે. તેમાંની દેશી ભાષામાં રચાયેલી કૃતિઓ અત્ર નોંધવામાં આવેલી છે કે જે કૃતિઓ, ઉક્ત પુસ્તક પ્રકટ થયા પહેલાં જુદેજુદે સ્થલે અને આકારમાં માટે ભાગે પ્રસિદ્ધ થઈ ગયેલ છે. ઉક્ત પુસ્તક બુદ્ધિસાગર પ્રથમાલામાં ૪૯ અને ૫૩મા મણકા રૂપે અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડલ તરફથી પ્રસિદ્ધ થયેલ છે. આમાં ૨૧-પ્રકારી પૂર્જા સં.૧૭૪૭ની જેમાં શ્રાવકના ૨૧ ગુણાનું આલેખન કર્યુ છે તે તથા અષ્ટપ્રકારી પૂજા દેવચંદ્રજીની કૃતિ તરીકે ગણાવેલી છે તે બરાબર નથી; તે અન્યકૃત હોવાનું જણાય છે. આના સંબધમાં વિસ્તારથી અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી' પર મેં એક નિબધ લખ્યા છે તે જોવે. આ નિબધ ઉક્ત બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલા ગ્રંથાંક ૧૦૩-૧૦૪માં પ્રકટ થયેલ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર’ એ નામના પુસ્તકમાં વક્તવ્ય તરીકે પ્રસ્તાવનામાં પ્રસિદ્ધ થયેલ છે.
આ આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાની કવિતા સંબંધમાં એક ‘કવિયણે’ દેવવિલાસ' નામના રાસ કવિના મરણ પછી તેર વર્ષે (સં.૧૮૨૫ આસા શુદ ૮ રવિવારે) રચેલા સુભાગ્યે હમણાં જ પ્રાપ્ત થતાં ઉક્ત શ્રીમદ્ દેવચંદ્રજી જીવનચરિત્રમાં પ્રકટ થયા છે તે પરથી નીચેની હકીકત ટૂંકમાં જણાવી છે.
મરુસ્થલના વિકાનેર પાસેના એક ગામમાં એશવંશીય સુણિયા ગાત્રના શાહુ તુલસીદાસજી હતા. તેમની સ્ત્રીનું નામ ધનબાઈ હતું. ત્યાં રાજસાગર મુનિ પધારતાં ધનબાઈએ ગુરુને જણાવ્યુ કે પેાતાને જે પુત્ર થાશે તે ગુરુને ભાવપૂર્વક વહેારાવશે. ધનબાઈને ગર્ભ રહ્યો અને શુભ સ્વપ્ના આવવા લાગ્યાં. ત્યાં (ખરતરગચ્છના) આચાય શ્રી જિનચંદ્રસૂરિ વિહાર કરતાંકરતાં તે ગામે આવી ચડવા ને તેમને આ દંપતીએ સ્વપ્ના જણાવ્યાં તે પરથી તેમણે સ્વપ્નશાસ્ત્રાધારે જણાવ્યું કે પુત્ર એક મહાન્ થશે. કાં તા તે છત્રપતિ થશે ને કાં તા પત્રપતિ થશે એટલે દીક્ષા લેશે. સૂરિ ગયા પછી સ’.૧૭૪૬માં પુત્ર જન્મ્યા ને નામ દેવચંદ્ર આપ્યું, તે આઠ વર્ષના થયા ત્યારે અનુક્રમે ત્રિહાર કરતાંકરતાં ઉપરાક્ત રાજસાગર વાચક પધાર્યા. દેવચંદ્રને માતપિતાએ વહેારાવ્યા ને શુભ મુદ્દતે ગુરુએ તને સ.૧૭૫૬માં લઘુદીક્ષા આપી.
જિનચંદ્રસૂરિએ પછી વડીદીક્ષા આપી, ને નામ રાજવિમલ આપ્યું. પછી રાજસાગરજીએ તેમને સરસ્વતીમંત્ર આપ્યા. તેનું ધ્યાન શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org