Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ७ સાસાયટીની સ્થાપના થઈ. તેનુ આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે છસો એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખચી'ને સપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિ`ટીનું ભવ્ય તે વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શકયુ` છે. તેમના પરિવાર તરફથી આર્ટ્સ કૅલેજ, એન્જિનિયરિંગ કૉલેજ તથા પ્રાચ્યવિદ્યામ'દિરને માટે મોટાં દાન અપાયાં. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષોંમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પોણા ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહો તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જો તેમ ન હેાત તેા અટીરા, પી. આર. એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, સ્કૂલ આફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન અને વિક્રમ સારાભાઈ કમ્યૂનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભા થઈ શકી હાત કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ અને જુવાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે. કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી ખીજી એક સ`સ્થા તે યુનિવર્સિ`ટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગોટ આકારના રૂપકડા સ્થાપત્યરૂપે ઊભેલું લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૦માં તેની સ્થાપના થયેલી. તેનુ ઉદ્ઘાટન વાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતા અને ૭૦૦૦ પુખ્તકાની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આ સસ્થા પાસે ૭૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતાની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતાની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સશોધનગ્રંથા પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતાની માઈક્રોફિલ્મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સૌંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનેા તરફથી ભેટ મળેલી સૌંખ્યાબંધ પુરાવસ્તુ તેમાં સધરાયેલી છે. સુંદર ચિત્ર, શિલ્પા, આભૂષણા, ગૃહોાભાની વસ્તુઓ, પાથી અને ખારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતા મળીને આશર ચારસા નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સ ંસ્કૃતિની માહક ઝલક પૂરી પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186