Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામોમાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધો હતે. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલાં. તેમના કહેવાથી કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ને ડિસેંબરમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મોતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયો, ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકેએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂક્યું હતું કે સરકાર તરફથી અનેક વિદનો આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મોતીલાલજીએ “સવાઈ સ્વરજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧ માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકે વચ્ચે બોનસ અંગે ઝઘડો થયેલો; ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરોની વેતનધારાની માંગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલ. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કેઈની સેહમાં તણાયા વગર પોતાને સ્વતંત્ર અભિપ્રાય આપેલ. પણ આ મતભેદને કારણે તેમણે કેઈના તરફ રાગદ્વેષનું વલણ દાખવ્યું નહોતું. સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોને પ્રતિનિધિ તરીકે (૧૯૨૯) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજુર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણુક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઈજિપ્ત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેકસ્ટાઈલ મશીનરી મેન્યુફેકચરસ સાથે (૧૯૪૬) વાટાઘાટો કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારના પ્રતિનિધિમંડળોની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પિતાની વાત તેમને ગળે ઉતારી હતી. કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લેકહિતની પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 186