Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ લાલાભાઈ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેઓ ગુજરાત કેલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયો અને સામાજિક સંસ્થાઓના પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સેવાઓની કદર રૂપે તેમને સરદારને ખિતાબ આપે હતું. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયેલું. લાલભાઈને સાત સંતાન હતાં. ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓ, કસ્તૂરભાઈની પહેલાં બે બહેને, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન, પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાત સંતાનો ઉછેર થયા હતા. કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઇસ્કૂલમાંથી તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં બીજા વર્ગમાં ઊંચે નંબરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઈસ્કૂલના હેડમાસ્તર કોન્ટેકટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલ. સ્વ. બલુભાઈ ઠાકર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હિલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામું આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેઓ ગુજરાત કેલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારું તેમને ભણતર છોડવું પડયું. મઝિયારું વહેચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલનો વહીવટ કાકાની નિગેહબાની નીચે શરૂઆતમાં ચાલતો હતો. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની, સ્ટોરકીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાં બજાવતાં કાપડઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપસૂઝ અને કુનેહથી મિલને વહીવટ એવી સુંદર રીતે કર્યો કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તો અશોક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદમિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રોડકટ્રસ (૧૯૪૪) અને એ સૌના શિરમોર જે અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગને ઉત્તરોત્તર વિકાસ થતો ગયો અને ‘લાલભાઈ ગ્રુપની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહોમાં થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186