Book Title: Jain Dharma Chintan Author(s): Dalsukh Malvania Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad View full book textPage 8
________________ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (૧૮૯૪–૧૯૮૦) સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આયુષ્યને પટ વીસમી સદીના આઠ દાયકા પર એક યુગની જેમ વિસ્તરેલ હતો, અમદાવાદ સ્થપાયું તેની પહેલાંથી ગુજરાતમાં મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેને લગભગ છેલ્લો કહી શકાય તે સ્તંભ કસ્તૂરભાઈ હતા. તે પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે નીતિ અને પ્રામાણિકતા પર મંડાયેલ વેપારને આદર્શ પૂરા પાડ્યો હતો. ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની ગણના થયેલી છે. ઉદ્યોગમાં મેડનઈઝેશનની હવા ફેંકવા સાથે રાષ્ટ્રનું હિત જોઈને વ્યવહાર કરનાર ભારતના અલ્પસંખ્ય ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન હતું. વિદેશી પેઢીઓના સહકારથી ભારતમાં રંગ-રસાયણના ઉત્પાદનને પ્રારંભ કરનાર કસ્તૂરભાઈ અનોખી આવડતથી ભારતીય અર્થનીતિના આધારસ્તંભ બન્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. અમદાવાદ કે ભારતના જ નહીં, દુનિયાના કાપડઉદ્યોગના ઈતિહાસમાં તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે લખાય તેવી તેમની એ ક્ષેત્રની સેવા હતી. ઉદ્યોગની માફક કલા અને શિક્ષણ પરત્વે પણ તેમની દષ્ટિ પ્રગતિશીલ હતી. રાણપુર અને દેલવાડાનાં શિલ્પ-સ્થાપત્ય, અટીરા, પી. આર. એલ. અને આઈ. આઈ. એમ. જેવી સંસ્થાઓ તેમની પ્રગતિઅભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ દષ્ટા છે. આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલ સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે. ખર્ચ એક પૈસાનું પણ ન થાય તેની તેઓ ચીવટ રાખતા પણ જરૂર લાગે ત્યાં લાખ રૂપિયાનું ખર્ચ લેકકલ્યાણ અથે દાન રૂપે કરવામાં સંકેચ રાખતા નહીં. તેમના ઉદ્યોગગૃહમાં એક વાર માણસને નીમ્યા પછી સારમાં પ્રસંગે તેની પડખે ઊભા રહીને મદદ કરવામાં તેમનું ઉદાર, માનવતાભર્યું વતન પ્રગટ થતું. ધનની માફક શબ્દોની અને સમયની પણ તેઓ કરકસર કરતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186