________________
(૫૫) માનથી બોલાવતા હતા. હૈદરે રાજસત્તા પિતાને હાથ લેવા પ્રયત કરવા માંડ્યો; પણ નાનજારાજ તેને અડચણ કરતો હતો. તેથી તેને ખસેડવાને તેણે દાઊંજર રાણ સાથે ગોઠવણ કરી. આથી નાનજારાજને પોતાની જગો છોડવાને અને કુનુર જે મહિસુરથી ૨૫ માઈલને છેટે છે ત્યાં જઈ વસવાને જરૂર પડી. આ વખતથી રાજ્યની ઘણી ખરી સત્તા હૈદરને હાથ આવી, પણ તેણે આખરે ઈ. સ. ૧૭૬૦ માં આખા રાજ્યનો કબજે પોતાને હાથ લીધે. - જ્યારે નામનો રાજા ચીક ક્રીશ્નરાજ ઈ.સ. ૧૭૬૬ માં મરણ પા
મ્યો ત્યારે હૈદરે તેના મોટા મોટા કુંવર નાનજારાજ વાડીઅરને રાજકુંવરને ધ ટતું માન આપ્યું; પણ નાનજારાજ સ્વતંત્રતાને માટે પ્રયાસ કરે છે એવું હૈદરને માલમ પડયું ત્યારે તેણે રાજાના ખર્ચને માટે અપાતી રકમ આપવી બંધ કરી, રાજાના મહેલમાંથી સ્ત્રીઓએ જે દાગીના પહેરેલા હતા તે સિવાય સઘળુ લુંટી લીધું, રાજાના ખવાસોમાં ઘણે ઘટાડે કર્યો અને તેમની જગોએ પોતાના પ્રવાસે નીમ્યા. પાંચ વર્ષ પછી જ્યારે હૈદર સંકટમાં આવી પડ્યો ત્યારે આ રાજાએ મરેઠાઓ સાથે સલાહ કરવાનો પ્રયત કરવા માંડ્યો. આ વિષે હૈદરને ખબર પડવાથી તેણે રાજાને મરાવી નંખાવ્યો, અને તેના ભાઈ બીટાડ ચામરાજને નામના રાજા તરીકે ગાદીએ બેસાડ્યો. આ રાજા ઈ. સ. ૧૭૭૫ માં મરણ પામ્યો પણ હૈદર નામનો રાજા રાખવાને ઈચ્છતો હતો તેથી તેણે તેના દત્તક લીધેલા ચામરાજને ગાદીએ બેસાડ્યો. આ રાજાને હૈદરે ઘણી ઘાતકી રીતે પડ્યો.
અંગ્રેજ સરકારે હૈદર સાથે પહેલ વહેલાં ઈ. સ. ૧૬૩ માં વેપારની છૂટ માટે સલાહ કરી. અંગ્રેજ સરકારને જે દુશ્મનો હતા તેમાં એ સર્વથી જોરાવર અને કષ્ટો દુશ્મન હતો. હૈદરે આ રાજ મેળવ્યા પછી તે વધારવાનો પ્રયત્ન કરવા માંડ્યો. તેણે ચિત્રદુર્ગ અને બેદનુર જીતી લીધાં. આ પછી થોડે વખતે માધવરાવ પેશ્વા મોટું લશ્કર લઇને તેના રાજ્ય ઉપર ચડી આવ્યો. તેણે ઘણું લુંટફાટ કરવા માંડી. કેટલીક લડાઈ થઈ તેમાં હૈદર હાર્યો. આખરે હૈદરે કેટલાક પ્રાંત અને ૩૨ લાખ રૂપીઆ આપી તેને પાળે કહા. આ પછી હૈદરે કાલીકટ ઉપર સ્વારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com