________________
(૨૭૬) એક અંગ્રેજ અમલદાર બીજા દેશી અમલદારોની સલાહથી ચલાવે છે. આથી રાજ્યની ઉપજમાં ઘણું વધારો થયો છે. અને તે વધીને હાલ ૨૨૪૦૦૦૦ થાયછે. - હીઝહાઈનેસ રાજા શામસીંગ બહાદર તા. ૧ જારેવારી સને ૧૮૭૭ ના રોજ દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં હાજર થયા હતા. રાજાની ઉમર હાલ ૨૩ વરસની છે. તેમને હલકા ૬૯ રજજાની સત્તા અને ૧૧ તેપનું માન મળે છે. રાજા પંજાબના સરદાજેમાં ૧૫ મિ નંબરે છે. આ રાજ્યના લશ્કરમાં ૧ લડાઈની તોપ અને બીજી ત્રણ તપ અને ૧૬૦ પાયદળ અને પોલીસ છે.
ચંબા–એ રાજધાનીનું શહેર છે. અને તેમાં રાજા રહે છે. વસ્તી પર૦૦ માણસની છે. તેમાં ૪૩૦૦ હિંદુ ૭૦૦ મુસલમાન અને બીજી શીખ વગેરે પરચુરણ જાતે છે.
સુખેત. આ રાજ્ય પંજાબ દેશના જલંદર દોઆબના પૂર્વ ભાગ તરફ હિમાલય પર્વતના દક્ષિણ ઉત્તાર ઉપર છે. તેના રાજકર્તા જાતના રજપૂત અને તે રાજાની પદિથી ઓળખાય છે.
સીમા–આ રાજ્યની ઉત્તરે મંદીનું રાજ્ય, પૂર્વે હિમાલય ઉપરની ઠકરાતો, દક્ષિણે બિલાસપુર અને સીમલાનાં સંસ્થાન અને પશ્ચિમે જલંદર આબનો મુલક છે. આ રાજ્યનો વિસ્તાર આશરે ૪૪ ચોરસ માઈલ જમીન જેટલી છે તથા તેમાં ૧ શહેર અને ૨૧૯ ગામ છે. વસ્તી આશરે પ૦૦૦ (બાવન હજાર) માણસની છે. ઉપજ રૂ૫૦૦૦૦૦ (એક લાખ)ને આશરે છે. ખંડણી ૨૧૧૦૦૦ ઈગ્રેજ સરકારને ભરે છે.
ઈતિહાસ-આ રાજ્યના રાજકર્તા જાતના રજપૂત છે અને તે રાજાની પદિથી ઓળખાય છે. આ રાજ્ય ઈ. સ. ૧૨૦૦ સુધી મંદીના રાજ્ય સાથે જોડાયેલું હતું. પણ પછીથી મહેમાંહે લડાઈ થવાથી તે જુદુ પડયું. ત્યાર પછી કેટલેક વરસે તે શીખ લોકના હાથ નીચે આવ્યું અને આખરે ઈ. સ. ૧૮૪૬ની લહેરની સલાહથી તે અંગ્રેજ સરકારના અમલ નીચે આવ્યું. ઈગ્રેજોએ આ રાજ્ય અગર સેન નામના રજપૂત રાજાને સેપ્યું. ઈ. સ. ૧૮૬૨માં રાજા અગર સેનને દતકની સનંદ મળી. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com