Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 313
________________ ઈ. સ. ૧૯રપમાં જ્યારે કલ્યાણમાનેક ગાદીએ બે કે ત્યારે દિલ્હીના બાદશાહે ખંડણી માગી અને બંગાળાના નવાબની મારફતે તે લેવાને પ્રયત્ન કર્યો. નવાબે ફરીથી તે મુલક ઉપર ચઢાઈ કરી પણ હારીને પાછું આવવું પડયું. પણ વારેવારે મુસલમાનોએ હુમલા કરી ટીપેરા લઈ લીધું. તેઓએ ફકત નીચાણને પ્રદેશ કબજે કરી લી. પણ પર્વત ઉપરને મુલક રાજાને તાબે હતો. પણ તેને નવાબને ઉપરી તરીકે માનવો પડતો. અને ખંડણી આપવી પડતી. ઈ. સ. ૧૭૬૫ માં જ્યારે સ્ટ ઇડીયા કુંપનીને બંગાળાની દીવાની મળી ત્યારે ટીપેરાનો કેટલાક મુલક અંગ્રેજોના હાથમાં આવ્યો. અંગ્રેજોએ તે મુલક મહારાજા ક્રીશ્ન માણેકને સેપ્યો. આ વખતથી દરેક ગાદીએ બેસનારાને ગાદીએ બેસતી વેળા અંગ્રેજ સરકારને નજરાણું આપવું પડે છે. ઈ. સ. ૧૮૨થી ૧૮ર સુધી પુર્વ તરફના કુકી લોકો તે મુલક ઉપર ચઢાઈ કરતા અને ગામડાં બાળતા તથા લૂટતા અને રહેવાશીઓને કાપી નાખતા. પર્વત ઉપર શું બનતું તેની ખબર નથી પણ એવું કહેવાય છે કે તે લોક રાજાના મુલક ઉપર હુમલા કરી રિયતને ઘણું પજવતા. ઈ. સ. ૧૮૫ખ્યા બળવા વખતે બળવાખોરોએ તીજોરી લુણી અને રાજધાની અગરતાલા ઉપર કુચ કરી. હાલનો રાજા બીજા રાજથી દસમી પેઢીએ છે. એવું કહેવાય છે કે બીજા રાજે ઈ. સ. ૧૨૯૩ માં ગંગાની પેલી તરફને મુલક જીતી લીધો હતો. આ રાજાઓ ટીપેરાના પહાડી મુલક ઉપર રાજ્ય કરે છે. એટલું જ નહીં પણ તે ચાકલાશનાબાદનો જમીનદાર છે. આ જાગીર વિસ્તાર ૫૮૮ ચોરસ માઈલ જમીન છે. અને તે ઘણી કીમતી છે. તેની ઉપજ ટીપેરાના પહાડી મુલક કરતાં પણ ઘણી છે. આ જાગીર તેને સેંપવાનું કારણ ફક્ત એ છે કે રાજ્યના ભાગ પડે નહિ અને જ્યારે વારસને માટે તકરાર પડે છે. ત્યારે તેને ચુકાદો અંગ્રેજ સરકાર કરે છે. રાજયના વારસાને માટે એવી રીત છે કે રાજ્ય રાજા પોતાના કુટુંબના કોઈ પણ માણસને પોતાના વારસ તરીકે કબુલ કરે અને તેને જુબ રાજાને ખિતાબ આપે છે. અને જુબ રાજાના વારસને માટે કોઈને ઠરાવે તેને બડા ઠાકોરનો ખિતાબ આપે છે. રાજાના મરણ વખતે જુબરાજ રાજા થાય છે. અને બડા ઠાકર જુબરાજ થાય છે. પણ જ્યારે આવી ગોઠવણ થઈ હતી નથી ત્યારે મેટો છોકરો ગાદીનો વારસ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320