Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 305
________________ (૨૮) અને લોકો ઘોડા, ગાય, બળદ,ભેશે, બકરાં, કુત્રા વગેરેને ઉછેરે છે. લોક-અહીંના લોક બંગાળી છે. તેઓ દેખાવડા અને આનંદી - છે. તેમની બુદ્ધિ ધણી સારી અને વિદ્યાનો ઘણો શોખ હોય છે પણ તેઓ શરીરે અશકત, સુસ્ત, અને બીકણ હોય છે. અહીંના કરતાં બહાર પ્રાંતના લોક શરીરે ઘણું મજબુત હોય છે. ધમ–અહીંના લોક વેદ ધર્મ પાળે છે અને બીજા કેટલાક મુશલમાની ધર્મ પાળે છે. હાલમાં પ્રસ્તી ધર્મનો ફેલાવો પણ થવા માંડ્યો છે. ભાષા-બંગાળામાં બંગાળી. બહારમાં માગધી મિથીલી, તીર હતી અને એટીઆમાં ઓઢી ભાષા તથા હિંદુસ્તાની તથા ઉ૪ ભાષા ચાલે છે. મુખ્ય શહેરો કલકત્તા એ રાજધાનીનું શહેર હુગલી નદીને કાંઠે છે ને તેમાં ગવનર જનરલ રહે છે. આ સિવાય મુર્શીદાબાદ, કાકા, બરધાન વિગેરે છે અને દેશી રાજ્યોમાં તમલુંગ, બહાર, કોમીલા વગેરે મુખ્ય શહેર છે. સિકિમ.' આ રાજ્ય દીન જાંગના નામથી ઓળખાય છે અને તે હિમાલયમાં તિબેટ દેશની દક્ષિણ સરહદ ઉપર છે. તેના રાજકર્તા બોદ્ધ ધર્મના છે અને તે મહારાજાની પદિથી ઓળખાય છે. સીમા–ઉત્તર તથા પૂર્વદિશાએ તીબેટદેશ, અગ્નિકોણમાં ભૂતાનિદેશ, દક્ષિણે બંગાળા ઈલાકાને દાર્જિલીંગ છલ્લો અને પશ્ચિમે નેપાળદેશ છે. - આ રાજ્યને વિસ્તાર–૧૫૫૦ ચોરસ માઈલ જમીનને છે તથા તેને માં વસ્તી ૭૦૦૦ (સાત હજાર) માણસની વસ્તી છે. વાષિક ઊપજ ? ૨૦૦૦૦૦ (બેલાખ)ને આસરે થાય છે. દેશનું સ્વરૂપ–આ દેશના ઉત્તર તરફના ભાગમાં હિમાલય પર્વતનાં મોટાં અને ઊંચાં ઊચાં શિખરમાંનાં કેટલાંકછે તેમાંનું કાચનમેશાનું શીખર ૨૮૧૫૦ ફુટ ઉચું છે. દેશનો ઉતાર દક્ષિણ તરફ છે. નદીઓ–તિ સ્તા એ મુખ્ય નદી છે જેનું મુળ હિમાલય પર્વતમાં તિબેટની હદમાં છે. એ નદી આ દેશમાં ઉત્તરથી તે દક્ષિણ તરફ વહી અગાડી દાર્જિલીંગ જીલ્લો તથા કુચબિહારને મુલક પસાર કરી કેટલાક નિલને છે. બ્રહ્મપુત્રાને મેળે છે. સિવાય આ રાજ્યમાં ઘણી નદીઓ છે તે ઉત્તર તરફથી પ્રગટ થઈ દક્ષિણમાં જાય છે. આ સિવાય લઇન, લશૃંગ, બુરી રણજીત, રંગરી વિગેરે નાની નદીઓ છે, મીનસુગંગ આગળ તાંબાની ખાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320