________________
(૨૮૧) હતી તેના બદલામાં અગ્રેજ સરકારે તેને રૂ૫૦૦૦)ની કિમતને ખીલત બક્ષિશ કર્યો હતો. તા. ૧ જાનેવારી સને ૧૮૬ ના રોજ રાજા કલકત્ત પ્રીન્સ ઓફ વેલ્સની મુલાકાત લેવા ગયો હતો. ત્યાં તેને સ્ટારઆઈડીઆને નાઈટકમાન્ડર એવો માનવ ખિતાબ મળ્યો. હીઝહાઈનેસ રાજા શ્રી સમશેરપ્રકાશ બહાર કે. સી. એસ. આઈ. તા. ૧ લી જાનેવારી સને ૧૮૭૭ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભય હતો ત્યાં ગયા હતા.
આ રાજાને ૧૧ તેપનું માન મળે છે અને તેમને ફાંસીની શીક્ષા ઠરાવવામાં અંગ્રેજ સરકારની સલાહ લેવી પડે છે. આ રાજ્યના લશ્કરમાં ૫૫ સ્વાર, ૩૦ પાયદળ, ૧૦ તપ, ર૦ ગેલંદાજ, અને ૧રપ પોલીશ છે.
ફરીદકોટ. આ રાજ્ય પંજાબદેશ તાબાના સરહિંદ પ્રાંત નામના મુલકમાં છે. તેના રાજ્યકતા શીખ જાતના હિંદ છે, તથા તે રાજાની પદિથી ઓળખાય છે.
સીમા–તેની ઉત્તર તથા પશ્ચિમ ફિરોજપુર છલ્લો, પૂર્વ સુધીના છલ્લો, અને દક્ષિણે પતી આલાનું રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૮૧૨ ચોરસ માઈલ જમીન જેટલો છે અને તેમાં ૧૬૮ ગામ છે, તથા વસ્તી ૧૦૦૦૦૦ (એક લાખ) માણસની છે, તેમાં ૪૦૦૦ શીખ, ર૭૦૦૦ હિં, ૨૯૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોકછે. વાર્ષિક ઉપજ ૨ ૩૦૦૦૦૦ (ત્રણ લાખ)ને આશરે થાય છે.
દેશનુસ્વરૂપ–મુલકને ઘણો ભાગ સપાટ પણ પથ્થરીઓ છે; તોપણ જમીન રસાળ છે. તેમાં ઘઉં, ડાંગર, બાજરી, જુવાર, કપાસ, શેરડી વગરેની નિપજ થાય છે.
લોક–શીખ, જાટ, ગુજર રજપૂત અને મુસલમાન છે. મુખ્ય શહેર ફરીદકોટછે. તે રાજધાનીનું શહેર હોવાથી તેમાં રાજકર્તા રાજા રહે છે. આ શહેર ઉધ્યાનાના રેલવે સ્ટેશનથી નિરૂત્યકોણમાં ૬૦ માઈલ અને જાહેરના રેલવે સ્ટેશનથી અગ્નિકોણમાં ૫૦ માઈલને છેટે છે.
ઈતિહાસ–અહીંના રાજકર્તાના મુળ પુરૂષ બુલનસિંગ હતો. તે, બરાર જાતનો જાટ હતો. તેને અકબર પાદશાહના વખતમાં ભારે સત્તા..
૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com