________________
(૨૮૫)
રામપુર. આ રાજ્યોહિલખંડમાં છે અને તેની આસપાસ રોહિલખંડને ઈગ્રેજી મુલક છે. મુરાદાબાદ શહેરથી પુર્વમાં ૨૦ માઈલને છે. આ રાજ્યની પશ્ચિમ સરહદ લાગેલી છે. રાજકર્તિ જાતના પઠાણ મુસલમાન છે અને તે નવાબની પતિથી ઓળખાય છે.
આ રાજ્યનો વિસ્તાર ૮૪૫ ચોરસ માઈલ જમીન જેટલો છે તથા તેમાં ૩ શહેર અને ૧૦૦૦ ગામ છે. વસ્તી આશરે ૫૪૨૦૦૦ (પાંચ લાખ બેતાળીશહજાર) માણસની છે. વારસિક ઉપજ રૂ૧૫૦૦૦૦૦ (પંદર લાખ) ને આશરે થાય છે - દેશનું સ્વરૂપ–મુલક ડુંગરી છે પરંતુ તેની જમીન ઘણી રસાળ છે. નદીઓ ઘણી છે પણ તેવી કંઈ નામાંકિત નથી. તો પણ તેમાં કોસીલા, નાહલ અને રામગંગા મુખ્ય નદીઓ છે. દેશને ઉતાર ઉત્તરથી દક્ષિણ તરફને છે. હવા સારી છે.
નિપજ–ડાંગર, શેરડી, કપાસ, કઠોળ, તલ, બટાટાવિગેરેની થાય છે. અહીં ખાંડ ઘણી સારી બને છે.
જનાવર–વાઘ, ચિત્રા, સાબર, હરણ અને ઘણી જાતનાં વાંદરાં હોય છે. ગામના પશુમાં ગાયો, ભેંશે, અને ઘેટાં હોય છે. રામપુર એ શિકારી કુત્રાને માટે પ્રખ્યાત છે. - લોકમુખ્ય કરીને રોહીલા પઠાણ છે તથા હિંદુ પણ ઘણા છે. હીલા લેક અભિમાની અને આળસુ હોય છે. | મુખ્ય શહેર–ામપુર એ રાજધાનીનું શહેર છે. તેમાં નવાબ રહેછે. એમાં બેસ, પણ સારા થાય છે. એ શહેર મુરાદાબાદ રેલવે સ્ટેશનથી પૂર્વમાં ૨૫ માઈલ અને દિલ્હીથી પૂર્વમાં ૧૮૦ માઈલને છેટે છે
ઈતિહાસ-અહીંના રાજક િનવાબની પદ્ધિથી ઓળખાય છે. શાહઆલમ અને હુસેનખાન નામના બે અફગાન ભાઈઓ હિંસ્થાનમાં આવીને રોહિલખંડમાં રહ્યા. અહિં શાહ આલમનારા દાઉદખાનના વખતમા તે કુટુંબની કીત્ત ફેલાઈ. દાઉદખાન અઢારમા સૈકાની શરૂઆતમાં મરાઠા સામેની લડાઈઓમાં પ્રખ્યાત થયો અને તેને બડવાન પાસેની જમીન બક્ષીસ મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com