Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 286
________________ (૨૭) આથી અંગ્રજ સરકારે નવાબને મદદ કરવા લશ્કર મોકલ્યું. આખર ઈ. સ. ૧૮૦૯ માં સલાહ થઈ. ઈ. સ. ૧૮૨૨ માં નવાબને એક સનંદ કરી આપવામાં આવી. ઈ. સ. ૧૮૧ ના જુલાઈ માસમાં નવાબ સીકંદર અલીખાન મરણ પામ્યો. તેની પછી મહમદ ઈબ્રાહીમ અલીખાન ગાદીએ બેઠા. તે ઈ. સ. ૧૮૫૭માં જનમ્યો હતો. નવાબે જકાત કાઢી નાંખ્યું તેના બદલામાં અંગ્રેજ સરકાર દર વરસે તેને રૂ.૨૫૦૦ આપે છે. હીઝહાઈનેસ નવાબ મહમદ ઈબ્રાહીમ અલીખાન બહાદુર તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના જ દિલ્હીમાં બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયા હતા. આ વખતે તેમને ૧૧ તોપનું ભાન મળ્યું. નવાબ મહમદ ઈબ્રાહીમ અલીખાન ઈ. સ. ૧૮૮૭માં મરણ પામ્યા. તેના પછી નવાબ એનાઅત અલીખાન નવાબ થયો. તે હાલનો નવાબ છે. તેમને હલકા દરજ્જાની સત્તા છે અને ૧૧ તેમનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૭૬ ધોડેસ્વાર, ૨૦૦ પાયદળ, ૮ લડાઈની તોપ, અને ૧૬ ગોલંદાજ છે. મરકોટલા–એ રાજધાનીનું શહેર છે તેમાં નવાબ રહે છે. આ શહેર લુધી આનાથી દક્ષિણમાં ૩૦ માઈલ છે. તેમાં વસ્તી આશરે ૨૧૦૦૦ માણસની છે. તેમાં ૧૪૦૦૦ મુસલમાન, ૪૦૦૦ હિંદુ અને બીજા પરચુરણ છે. સિરમૂર આ રાજ્ય રજપૂત રાજાનું છે અને તે હિમાલય ઉપરનાં સીમલા નજીકના ડુગરી સંસ્થાનોમાંનું એક છે. તથા તે અંબાલા જીલ્લાની ઈશાનકોણની સરહદ ઉપર તથા સહારણપુર જીલ્લાની ઉત્તર સરહદ ઉપર છે. સીમા–આ રાજ્યની ઉત્તરે બલસાન, પૂર્વે દેહરાન, નૈરૂત્યકોણે એબાલા અને કળશીઆનું દેશી રાજ્ય અને વાવ્યકોણે પતી આલા અને કીપુનાલનાં દેશી રાજ્ય છે. આ રાજ્યનો વિસ્તાર ૧૦૭૭ ચોરસ જમીન માઈલ જેટલો છે તથા તેમાં ૧ શહેર અને ૨૦૧૮ ગામ છે. વસ્તી - શરે ૧૧ર૦૦૦ (એક લાખ બાર હજાર) માણસની છે વાર્ષિક ઉપજ સુમારે રૂ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320