________________
(૨૫૭) ઉપરથી પિતાને હક ઉઠા અને પતીઆલાના રાજાએ અંગ્રેજ સરકારને લડાઈ વખતે મદદ કરવાને કબુલ કર્યું. સાહેબસીંગ ઈ.સ. ૧૮૧૩માં મરણ પામ્યો. અને તેની પાછળ કરમસીંગ ગાદીએ બેઠો. આ રાજાએ ઇજસરકારને નેપાળની લડાઈમાં સારી મદદ કરી હતી. આ લડાઈને છે આ ત્યારે અંગ્રેજ સરકારે પતી આલાને રાજાને તથલ અને ભગત રાજ્યોનો થા ભાગ જેની ઉપજ રૂ૫૦૦૦ હજારની હતી તે . તેના બદલામાં પતી આલાના રાજાએ ૩૨૮૦૦૦૦ ઈગ્રેજને આપ્યા. ઈ. સ. ૧૮૩૦માં પતી આલાના મહારાજા કરમસીંગે સીમલાને પહાડી મુલક અંગ્રેજ સરકારને આપ્યો અને તેના બદલામાં ઈગ્રેજ સરકારે ખોલી પ્રગણાનાં ત્રણ ગામડાં તેને આપ્યાં. કરમસીંગ ૩૨ વરસ રાજ્ય કરીને ઈ.સ.૧૮૪૫માં મરણ પામ્યો. તેમની પછી તેમને છોકરો નરીમદરસીંગ ગાદીએ બેઠો આ વખતે લાહોરના સીખ રાજા સાથે પહેલી લડાઈ થઈ. આ વખત પતીઆલાના રાજાએ અંગ્રેજને સારી મદદ કરી અને નાભાન રાજા શીખ તરફ હતો. આ મદદના બદલામાં અંગ્રેજે પતીઆલાના રાજાને નાભાના રાજાનો લઈ લીધેલ મુલક જેની ઉપજ રૂ ૩૮૦૦૦ ની હતી તે બખશીસ કર્યો. અને ઈ. સ. ૧૮૪૭માં ત્યાંના રાજાએ જગાત તથા રાહદારી નાકાં લેવાં બંધ કર્યા, તેના બદલામાં અંગ્રેજ સરકારે લાહોરના રાજા પાસેથી લઈ લીધેલો મુલક તેને આપે, મહારાજા નરીનદરસીંગે ઈ. સ. ૧૮૫૭ના બળવામાં ઈગ્રેજને પિસા તથા લશ્કરની મદદ કરી હતી તેના બદલામાં ઈંગ્રેજ સરકારે તેને જહારના મુલકનો નફલોનનો ભાગ જેની ઉપજ રૂ.૨૦૦૦૦ની હતી તે તથા બીજી કેટલીક ભેટ કરી તે એવી સરતે કે તેનો દીવાની તથા ફોજદારી અપીઆર ભયના વખતમાં ઈંગ્રેજ સરકારને સાંપ. ઈ. સ. ૧૮૬૦માં તેને એક બીજી સનંદ આપવામાં આવી. આ સનંદથી તને દત્તક લેવાને હક ઈગ્રેજે આખો. અને ખંડણી લેવાનો હક છેડી દો. આ પછી થોડા વખતમાં તેને એક બીજી સનંદ કરી આપવામાં આવી. આ સનંદથી અંગ્રેજ સરકારને તેનું દેવું હતું તેના બદલામાં કેટલીક જમીન આપી. ઈ. સ. ૧૮૬૧ના નવેમ્બર માસની પહેલી તારીખે મહારાજાને સ્ટાર ઓફ ઈડીઆના ગ્રેન્ડકમાન્ડર બનાવ્યા. મહારાજા નરનદરસીંગ ઈ. સ. ૧૮૯૨ ના નવેબરની તારીખ ૧૪મીએ મરણ પામ્યા.
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com