________________
(૧૭) પામ્યો. તેની પછી તેને કુંવર બલબહાદુરસીંગ ગાદીએ બેઠે. તેણે પોતાના ભાઈને મારી નાંખ્યો તેથી ઈ. સ. ૧૮૩૧ માં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. બલબહાદુરસીંગ પછી તેનો છોકરો રગુબીંદસીંગ ગાદીએ બેઠા, પણ તે કાચી ઉમરનો હતો તેથી રાજકારભાર ઈગ્રેજ સરકારે ચલાવવા માંડયો. જ્યારે ઈ. સ. ૧૮૩૮ માં તે પુખ ઉમરનો થયો ત્યારે તેને જેજનો કુલ અધિકાર સંપવામાં આવ્યો પણ તે થોડા વખતમાં ભારે દેવાદાર થઈ પડ્યો તે દેવામાંથી મુક્ત થવાને ઈ. સ. ૧૮૪૪માં તેને રાજવહિવટ ઇગ્રેજને સોંપ્યો.
રાજાએ ઈ.સ. ૧૮૫૭ના બળવા વખતે ઈગ્રેની કીમતી સેવા બજાવી તેથી તેને કેટલાક મુલક, દત્તકની સનંદ અને ૮ તોપનું માન મળવાને ઠરાવ થયો. ઈ. સ. ૧૮૬૫ માં રાજ્યનો વહીવટ ફરીથી રાજાને સ્વાધીન કરવામાં આવ્યો. રાજા ગુબીંદશીંગ ઈ. સ. ૧૮૭૪ માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો જબદસીંગ ગાદીએ બેઠો તેહાલનો રાજા છે અને તે જાતે પુરીહર રજપુત છે. રાજાની ઉમર હાલ ૩૪ વરસની છે. તેમને ૧૮૭૭ ના જાનેવારીની પહેલી તારીખે દિલ્લીમાં ૯ તેમનું માન મળ્યું હતું. હીઝહાઇનેસ રાજા જસુબીંદસીંગ બહાદુરને હલકા દરજાની સત્તા છે આ રાજના લશ્કરમાં બે તોપ અને ૧૧૬ પાયદળ અને પોલીસ છે.
નાદ એ રાજધાનીનું શહેર છે વસ્તી ૪૮૦૦ માણસની છે તે સત્તનાથી નવગંગના રસ્તા ઉપર સતનાથી ૧૭ મિલ અને નવગંગથી ૮૪ મેલ છે.
મહીર.
મૈહીર એ બુદેલખંડમાં એક દેશી રાજય છે તેના રાજકતા રાજાની પદિથી ઓળખાય છે તથા તેઓ જેગી જાતના હિંદુ છે.
સીમાઆ રાજયની ઉતરે નાદનું રાજ્ય, પૂર્વ રેવાનું રાજ્ય, દક્ષિણે ઇગ્રેજી જબલપોર અને પશ્ચિમે અજયગઢ છે. વિસ્તાર – આ રાજ્યનું ક્ષેત્રફળ ૪૦૦ ચોરસ માઈલ જમીન જેટલું છે તથા તેમાં ૧ શહેર અને અને ૧૮ર ગામ છે. વસ્તી આશરે ૭૨૦૦૦ માણસની છે, તેમાં પ૪૦૦૦ હિંદુ, ૨૦૦૦ મુસલમાન, ૧૦૦૦૦ અસલી જાતના લોક અને બીજા પરચુરણ છે. ઉપજ રૂ૭૧૦૦૦ ને આશરે થાય છે. રેલવે-પૂર્વ તરફની જબલપુર અને અલ્હાબાદની રેલવે લાઈન આ રાજ્યમાં થઈને જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com