________________
(૧૭૮) કાકો રગવીર દયાળ શીગ ગાદીએ બેઠે, અને તે હાલન રાજા છે. તે ઈ. સ. ૧૮૭૭ના જાન્યુઆરીની તા. ૧ એ દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં ગયો હતો. અને ત્યાં તેને રાજા બહાદુરનો ખિતાબ મળ્યો હતો. - હીઝહાયનેસ રાજા રઘુવીર દયાલશીંગ બહાદુર હાલ ૪૯ વરસની ઉમ્મરે છે અને તેમને નવ તોપનું માન મળે છે. રાજાને હલકા દરજા ની સત્તા છે, અહિના રાજાને દત્તકની સનદ મળેલી છે. આ રાજના લશ્કરમાં ર૦ ઘોડેસ્વાર ૧૭૦ પાયદળ અને પોલીસ અને ત્રણ તોપ છે. - બેદા–એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજા રહે છે, વસ્તી આશરે ૨૫૦૦ માણસની છે.
નાગેદ. આ રાજ્ય રજપૂત રાજાના તાબામાં છે અને તે બુદેલખંડના ઘણું કરીને અગ્નિકોણ તરફના ભાગમાં પન્નાના રાજની દક્ષિણમાં છે. સીમા આ રાજ્યની ઈશાન કોણે સોહાવલ અને રેવાનાં રાજ્ય, પૂર્વ રેવા, અગ્નિકોણે મિહીર અને પશ્ચિમે પન્નાનું રાજ્ય છે. આ રાજ્યના તાબામાં ૪૫૦ ચોરસમલ જમીન તથા તેમાં આશરે ૮૦૦૦૦ માણસની વસ્તી છે, તેમાં ૬૮૦૦૦ હિંદુ અને ર૮૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોકો છે. વારસીક ઉપજ રૂ ૧૫૦૦૦૦ (દોઢલાખ)ને આશરે થાય છે જેમાંથી ૭૦૦૦૦ જાગીર અને ધર્મના કામમાં જાય છે. દેશનું સ્વરૂપ-મુલક ઘણું કરીને ડુંગરી છે તો પણ પાણીની આવદાની સારી હોવાથી જમીન રસાળ છે. તેમાં ઘઉં બાજરી જુવાર, કઠોળ, કપાસ, શેરડી, તલ અને ગળી વગેરે નિપજે છે. લોક–રજપુત, ચંદેલી, ઉંદેલી, આહીર મરેઠા અને ગુજર વગેરે છે. મુખ્ય શહેર નાગોદ એ રાજધાનીનું શહેર છે તેમાં રાજકર્તા રહે છે.
ઈતિહાસ-નાગોદ અગાઉ પન્નાનું ખંડીયું રાજ હતું. આ રાજ બુદેલખંડમાં છત્રસાલનો અમલ થયો તે પહેલાં લાલસીવરાજના પુરીહર વડીલોના કબજામાં હતું, અને તેમની પાસેથી બુદેલા રાજાઓથી અને થવા અલીબહારથી તે મુલક લેવાયો નહોતો. લાલસીવરાજને પહેલવહેલાં ઈ. સ. ૧૮૦૯ માં અંગ્રેજોએ સનદ કરી આપી. આ સનદથી અંગ્રેજોએ તેને તેના મુલકના રાજા તરીકે કબુલ કર્યો. તે ઈ. સ. ૧૮૧૮ માં મરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com