________________
(૨૫૩) મશી અને દેવળ પુષ્કળ છે. શેરીઓ સાંકડી અને ગંદી છે. શહેરની અંદર બજાર ઘણાં છે તેની અંદર મહારાજ ગંજ મુખ્ય બજાર છે. તખતી સુલેમાન નામને પર્વત શહેર પાસે છે. તેને મથાળે સંકરાચાર્યનું મંદીર છે. પ્રથમ તે બુદ્ધ ધર્મના લોકનું દેવળ હતું. અને તે ઈ. સ. પૂર્વે ૨૨૦ વરસ ઉપર અશોકના છોકરા જકાએ બાંધ્યું હતું. હાલ તે દેવળ મશીદ તરીકે વપરાય છે. શહેરની ઉત્તર તરફ હરીપરતાબ નામને પર્વત પર કિલ્લો છે. તે અકબરશાહે ઈ. સ. ૧૫૯૦માં બાંધ્યો હતો. શેર ગારડીમાં કિલ્લો અને રાજાનો મહેલ છે. જુમાભસીદ પણ શહેરની અંદર છે. આ શહેરમાં ડાલ નામનું સરોવર છે.
પતીઆલા. આ રાજ્ય પંજાબ પ્રાંતના સરહિંદ ભાગમાં છે. અને તેના રાજ કર્તા “શીખ જાતને હિંદુ છે. તથા તે મહારાજાની પદિથી ઓળખાય છે. . આ રાજ્ય શીખ રાજ્યમાં મોટામાં મોટું છે. અને તે અંબાલા જીલ્લાની પશ્ચિમે, સરસ જીલ્લાની ઉત્તરે, ભુતીઆનાથી પૂર્વમાં, અને લુધી આનાથી દક્ષિણમાં છે. - આ રાજ્યનો વિસ્તાર પારસ માઈલ જમીન જેટલો છે. અને તેમાં ર૬૦૧ ગામ તથા વસ્તી આશરે ૧૫૦૦૦૦૦) પદર લાખ માણસની છે. વાર્ષિક ઉપજ સુમારે ૪૦૦૦૦૦૦ શુડતાલીસ લાખ રૂપીઆ થાય છે.
દેશનું સ્વરૂપ આ દેશને ઉત્તર તરફને ભાગ હિમાલયના ઉતાર ઉપર છે. પશ્ચિમ તરફને ભાગ સપાટ છે. દેશને ઉતાર ઈશાન કોણ તરફથી તે નૈરૂત્ય કોણ તરફ છે.
*શીખ જાતના લોક શીખ ધર્મ પાળે છે. અને તે હિંદુ ધર્મની એક શાખા છે. તેમનામાં જતી ભેદ નથી. તેમનામાં મધપાનની બંધી નથી. પોતાના ધર્મમાં બીજાઓને લે છે. સિપાઇગીરી કરવી એ તે પોતાનો ધર્મ માને છે. પ્રથમ જેણે આ ધર્મ કાઢશે તે નાનક નામે પુરૂષ હતો, તે ઈ. સ. ૧૪૯૯માં લાહોરની પશ્ચિમે ૬૦ મૈલને અંતરે રાયપૂર નામનું ગામ છે ત્યાં જન્મ્યો હતો. તેના શિષ્ય તેને ગુરૂ કહેવા લાગ્યા. શીખ ધર્મનાં પુસ્તકોમાં “આદી ગ્રંથ અને દશ બાદશાહને ગ્રંથ એનામનાં પુસ્તક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com