________________
(૨૧૪)
અમીરો સાથે ઈ. સ. ૧૮૩૯ માં ઈંગ્રેજોને સલાહના કોલકરાર થયા હતા. એ કોલકરારથી મમીરોએ કબુલ કર્યુ હતુ કે તે દર વરસે ત્રણ લાખ રૂપીઞા ખંડણી ઈંગ્રેજોને આપે અને તેને બદલે ૫૦૦૦ માણસની ઈંગ્રેજી ફોજ સિંધના નગરઠઠ્ઠામાં કે કોઈ બીજે ઠેકાણે રહે. ભમીરોએ જરૂર પડે ત્યારે ઈંગ્રેજોની મદદ માટે ૩૦૦૦ માણસનું લશ્કર પુરૂં પાડવું. તેઓએ ઈંગ્રેજની સલાહ વગર બીજા કોઈ દરબાર જોડૅ કાગળ પત્રનો વેવાર રાખવો નહિ. કદી ખદર મદર ટંટો બખેડો થાય તો ઈંગ્રેજી રેસીડેન્ટની મારફતે તેનો ફેસલો થાય. અને સિંધુ નદીમાં થઇને માલ આવે જાય ને જે બંદરે ઉતરે તે બંદરે માત્ર તેની જકાત લેરી; તે વગર તેના ઉપર બીજી ખાખત લેવી નહિં.
આા શરતો પ્રમાણે ચાલવામાં કેટલીએક બાબતોમાં અમીરો તરફથી કસુર થવા માંડી, જેને માટે ગવરનર જનરલે દીલગીરી બતાવવા માંડી. અમીરોએ ગ્રેજોની સરતોના કબજામાંથી મુક્ત થવા મદદને માટે પંજાબના શીખ મહારાજા શેરસિંગને કાગળે। લખ્યા તથા બીજી ખટપટ કરવા માંડી અને વિરોધનાં અન્ડ કરવાનાં તેમનાં લક્ષણૉંગ્રેજોને માલમ પડ્યાં તેથી ઈ. સ. ૧૮૪૨ ના ખાગષ્ટ માસમાં ગવર્નર જનરલે પ્રખ્યાત અમલદારી સર ચાર્લસ નૈપીઅરને સિંધમાં મોકલ્યો. બધા લશ્કરની સરદારીનો તથા રેસીડેન્ટનો સ્મૃધીકાર પણ તેણેજ ચલાવવો એવો હુકમ થયો હતો, તેણે અમીરો જોડે સ્નેહથી બોલવા માલવાનો સ્મારભ કર્યો અને ઈંગ્લીશ લશ્કરોની જગ્યા વિષે વખતે વખતે ટો ન થાય તેટલા માટે કરાંચી, સક્કર, શીકારપુર, વગેરે જગ્યામા ઈંગ્રેજોને અમીરોએ આપવી,
ભાવલપુરના નવાબે લડાઇમાં ઈંગ્રેજોને સારી મદદ કરી હતી તેના બદલામાં આપવા માટે સબજલપુર વિગેરે કેટલાએક પ્રાંત હવાલે કરવા. નદીમાં તેઓએ વેપારીઓને દુઃખ દેવું નહિ અને એ બધાના નુકશાનને બદલે ઈંગ્રેજ સરકારે તેમના ઉપરની ખંડણી માફ કરવી, એવો નવા કરારનો ખરડો તૈયાર થઈ ગવરનર જનરલ તરફથી માવ્યો હતો. તે ઉપર સહીચ્યા કરવાને તેા ઉપર તો કયા; અને કહ્યું કે એ કરારનામું કબુલ નહિ રાખો તો મુલક લઈ લેઈશું; એમ ડર બતાવી લડાઈની તૈયારી કરવા માંડી. અમીરોએ પણ ફોજો તમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com