________________
(૭૧) અને ખાનગી નોકરી કબૂલ કરી. આ નેકરીમાં તેને પેશ્વાનાં પગરખાં (જેડા) સંભાળવાનું કામ હતું. બાલાજી વિશ્વનાથ ઈ. સ. ૧૭૨૦ માં મને રણ પામ્યો તેને કારણે તેનો પુત્ર બાજીરાવ પ્રધાન થયો. બાજીરાવ પેશ્વા
એ રાણજી સિંધિઆની ખબડદારી જોઈ તેને સીલેદારીની નોકરી આપી. દિલ્હીના કમળ પાદશાહ મહમદશાહના વજીર સૈયદ હુસેનની મદદે ઈ. સ. ૧૭૧૮ માં બાલાજી વિશ્વનાથ મરેઠી ફોજ લઈને દિલ્હી ગયો હતો. પાદશાહે તેને દક્ષિણની ચોથ, સરદેશમુખી અને પુના અને સતારાના તાબાના મુલકની સ્વરાછો લેખ કરી આપ્યો હતો, તેથી તે હક ઉઘરાવવાને બાજીરાવ પેશ્વા ખાનદેશ તથા માળવા તરફ જતો હતો. પેશ્વાની આ સ્વારીમાં રાજસિંધિઓ પણ સાથે જતા હતા. પેશ્વાએ તેમની આ વખતની બહાદુરી જેઈને પાયગાના મુખતિખાર કર્યા તથા ઈ. સ. ૧૭૨૫ માં માળવામાં મરેઠાની ચોથાઈનો અમલ કરવા માટે રાજીને તે પ્રાંત ખરચમાં આપ્યો. - ઈ. સ. ૧૭૭૬માં દિલ્હીના પાદશાહ મહમદશાહ પાસેથી ખંડણી તથા કેટલાએક મુલક બાજીરાવ પેશ્વાએ માગ્યો. તે પાદશાહે આપ્યો નહિ, તેથી બાજીરાવ પેશ્વા રાગોજી સિંધિઓ અને મહાવરાવ હલકર, એ ત્રણે મળી દિલ્હી ઉપર ચઢાઈ કરી. આ ચઢાઈમાં તે હાર્યા અને પાછા ફર્યા, પરંતુ ઈ. સ. ૧૭૩૮માં તેમની સામે પાદશાહ તરફથી દક્ષિણનો સુબેદાર નિજામ ચઢી આવ્યો. આ બંને તરફના લશ્કરની ભેટ બોપાળ પાસે થઈ, તેમાં મરેઠાઓએ નિજામના પાદશાહી લશ્કરને ઘેરી લીધું. આ ઘેરામાંથી છૂટવા નિજામે પાદશાહની વતી આખો માળવા પ્રાંત, નર્મદા અને ચંબલ નદીની વચે દેશ તથા રૂ૫૦૦૦૦૦૦ (પચા સલાખ) રોકડા આપી પાદશાહ પાસે લેખ કરાવી આપો.
ઈ. સ. ૧૭૩૯માં ઉત્તર કોકણમાં વસાઈ વગેરેના કિલ્લા ફીરંગીઓ પાસેથી બાજીરાવ પેશ્વાના ભાઈ ચીમના આપા અને રણજી સિધિઓ એ મળી સ્વારી કરી જીતી લીધા. એવામાં ઇરાનથી નાદીરશાહની સારી દિલ્હી ઉપર આવી. તે વખતે બાજીરાવ દિલ્હી તરફ હતો. તેણે નાદીર શાહની સામે થવા રાણોજી સિંધિઓને બોલાવ્યો એટલે તે ફોજ લઈ દિલ્હી તરફ આવ્યો. આ ખબર સાંભળી નાદીરશાહ થોડી લુટફાટ કરી પાછો જતો રહ્યો. મરેઠાઓએ જે મુલક માનવામાં ભિળવ્યો હતો તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com