Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૮૮૮) દર્શન અને ચિંતન અસ્પષ્ટ અક્ષરે, જે સૂકમદર્શક કાચની મદદથી પણ ઘણે સ્થળે વંચાતા નહિ, તેને વાંચવામાં ભગ્નાગ N પ્રતિએ ઘણુવાર બહુ ઉપયોગી મદદ કરી છે. પ્રતિપ્રાપિત ડ પ્રતિ ઈ. સ. ૧૯૨૬ ના માર્ચ માસમાં મળી આવેલી. જ્યારે અમે ગૂજરાત વિદ્યાપીઠમાં રહી સન્મતિતર્કનું સંપાદન કરતા ત્યારે એની તાડપત્રીય પ્રતિઓ મેળવવા પાટણ ગયેલા. તે વખતે અણધારી રીતે હેતુબિન્દુ (ટીકા) અને તપપ્લવ બને ગ્રન્થ મળી આવ્યા. અમે એ બન્નેને ઉપયોગ સન્મતિના સંપાદનમાં તે કર્યો જ, પણ આગળ જતાં એ બન્ને ગ્રન્થનું સંપાદન કરવાનું પણ ધ્યું. છેવટે તપદ્ધવ પ્રથમ પ્રસિદ્ધ થશે અને આ હેતુબિન્દુની પ્રતિ અત્યારે પ્રકાશમાં આવે છે. T પ્રતિ શ્રીયુત પુરુષોત્તમ તારકસ M. A, LL. B. એ ટિબેટન ભાષાનો અભ્યાસ કરતી વખતે શાંતિનિકેતન–વિશ્વભારતીમાંથી મેળવેલી, અને જ્યારે તેઓ ૧૯૩૭માં પિતાના અભ્યાસને પરિણામે તેના પાઠાંતર પૂરતું પ્રતિસંસ્કૃતરૂપાંતર લઈ અમને મદદ કરવા કાશીમાં આવ્યા ત્યારે ફરી એ ટિબેટન ભાષાન્તર પણ સામે રાખવામાં આવ્યું, જેને લીધે એક બાજુથી તેમણે પિતાનું પ્રતિસંસ્કૃત સુધાર્યું, અને બીજી બાજુથી અમને પાઠ સંશાધન, પાઠપૂર્તિ અને પાઠાતર લેવા આદિમાં ભારે કીમતી મદદ મળી. | N પ્રતિ શ્રી. રાહુલજી ટિબેટની બીજી યાત્રા વખતે નેપાળથી લાવેલ. તે અમને મળી, અને તેના ઉપરથી એક પ્રેસકોપી આચાર્ય શ્રી. જિનવિજયજીએ શેઠ શાંતિલાલ વનમાળી પાસે કરાવી લીધી. એ અસલી પ્રતિ અને પ્રેસકૉપી બને આખા સંપાદન દરમિયાન ઉપગી સિદ્ધ થયાં. P પ્રતિ : આ પ્રતિ પટના જઈ ૧૯૪૨ ના ઉનાળામાં પં. દલસુખ માલવણિયા અને શ્રી. નથમલજી ટાટિયા M. A. બન્નેએ મેળવી, અને તેના ઉપરથી ૧૯૪૩માં પંડિત માલવણિયાએ પ્રેસ યોગ્ય કેટલીક વાચના તૈયાર કરી અને બાકીની વાચના ૧૮૪૩ના છેલ્લા ત્રણ માસમાં તેમણે પં. મહેન્દ્રકુમાર “અભય”ની મદદથી પૂરી કરી. ઉપર્યુક્ત પ્રતિઓ ઉપરથી કરવામાં આવેલ આખા સંપાદનકાર્ય દરમિયાન હતુબિન્દુટીકા અને તેની ટીકા “આલેક’ બનેમાં ચર્ચાયેલા વિષય અને આવેલા અવતરણોને લગતા અનેક લભ્ય ગ્રન્થોને ઉપયોગ કર્યો છે. તેને આધારે અનેક સ્થળે પાડશુદ્ધિમાં મદદ મળી છે અને ટીકા તેમ જ અનુટીકામાં આવેલ અનેક અવતરણનાં મૂળ મળી આવ્યાં છે, જે તે તે સ્થાને નોંધવામાં આવ્યાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34