Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 30
________________ હેબિન્ને પરિચય [ ૨૩ તેથી વ્યાવૃત્તિ દર્શાવી વ્યતિરેક વ્યાપ્તિ ઘટાડે છે. પક્ષસર્વને આવશ્યક અનુમાનાંગ લેખનાર ગમે તે રીતે હેતુમાં પક્ષસત્ત્વ ધરાવે છે. આમ દાર્શનિકોમાં વ્યાપ્તિશૃંક સ્વરૂપ વિશે મતભેદની પરંપરાને ઈતિહાસ બહુ પ્રાચીન છે. દિક્નાગ પહેલાં પણ અન્તવ્યપ્તિ દ્વારા અનુમાન કરવાની પરંપરા હતી. જ્યારે પક્ષથી ભિન્ન સપક્ષ કે વિપક્ષ જેવું કશું જ ન હોય અને બહિવ્યક્તિ બતાવવી શક્ય ન હોય, છતાં સાધ્ય સિદ્ધ કરવું હોય ત્યારે અન્તવ્યક્તિને જ આશ્રય લે પડે છે. આ આશ્રય લેનાર પરંપરાએ હેતુનું સ્વરૂપ અન્યથાનુપપત્તિમાત્રમાં ઘણાવ્યું. આ સિદ્ધાંત શરૂઆતમાં અમુક દાખલા પૂરતો જ રહ્યો, પણું જ્યારે બહિર્બાપ્તિના પક્ષપાતીઓએ તેની સામે વાંધા રજૂ કર્યા ત્યારે અન્તવ્યક્તિના સમર્થકોએ બહિવ્યક્તિ હોય છતાં પણ નિષ્ણાત સમક્ષ તેને દર્શાવવાની જરૂર નથી રહેતી એ વસ્તુસ્થિતિને લાભ લઈ સાર્વત્રિકપણે બહિર્બોતિની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાંથી અન્યથાનુપપત્તિમાત્રને હેતુસ્વરૂપ માનનાર તેમ જ અંતવ્યપ્તિનો જ પક્ષ કરનાર એક પરંપર સ્થિર થઈ કે જે જૈન તર્કશાસ્ત્રમાં દેખાય છે. એ જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી લિંગની પણ પરંપરા સ્થિર થઈ. આ બધું બન્યું જતું હતું ત્યારે પણ એક વૈરૂયની પરંપરા ચાલુ જ હતી, જે પક્ષસત્વ, સાક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ ત્રણ તને વ્યાપ્તિના અનિવાર્ય અંગ લેખતી. તે પરંપરા પક્ષથી ભિન્ન સપક્ષ ન હોય ત્યારે પક્ષના એકદેશને જ સપક્ષ માની લે અને વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કાલ્પનિક વિપક્ષ ઊભો કરી તેથી વ્યાવૃત્તિ ધટાવે અને ઘણી વાર એક સંભવિત સ્પષ્ટ અંગમાં બીજા અંગને અર્થગતિથી સમાવેશ ધટાવે અને છેવટે ઐરૂપ્ય સિદ્ધ કરે. આ પરંપરાનું સચેટ સમર્થન દિદ્ભાગે કરેલું ને તે જ હેતુબિન્દુમાં વિસ્તારથી, ચર્ચાયેલું છે. તે એટલે લગી કે કોઈએ દિનાગ આદિ દ્વારા સમર્થિત ત્રણ્યનો વિરોધ કરતાં પંચરૂષ, ષડરૂણ કે એકરૂપનું સમર્થન કરેલું, તે બધાનું નિરસન ધર્મકીર્તિ અને તેના વ્યાખ્યાકાર કરે છે. અને આ જ કારણથી ધમકીર્તિ સ્વભાવ, કાર્ય તેમ જ અનુપલંભ એ ત્રણે હેતુપ્રકારમાં અન્વયે અને વ્યતિરેક વ્યાપ્તિ બનેને નિશ્ચય આવશ્યક સમજી તે કેવી રીતે થાય છે તે દર્શાવે છે. ' હેતુનાં વ્યાક્ષિદર્શક પક્ષસર્વ આદિ ત્રણ રૂપે સ્વીકાર્યા છે, તે ઉપરથી જ ૧, અલકઝરાય ૫. ૧૭૭, ૨. તર્કશાસ્ત્ર પ્ર. ૧૪. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34