Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 29
________________ હાર ] દર્શન અને ચિંતન ધમકીતિને વ્યાખ્યાકાર કર્ણગમી જૈન તાર્કિકસંમત અન્યથાનુ૫૫ત્તિ સ્વરૂપ એકરૂપનું પણ ખંડન કરે છે (તત્ત્વસંગ્રહ ક. ૩૬૪, કર્ણ. પૃ. ૯). કાર્યથી કારણના સાધક ધૂમ-વહ્નિ જેવાં અનેક અનુમાન પ્રકારે સર્વ સંમત છે. તેમ છતાં જુદી જુદી તત્ત્વજ્ઞાનની માન્યતાવાળી અનેક પરંપરાઓ હોવાથી દરેક પરંપરાના કેટલાક અનુમાન પ્રકારે એવા હોય છે કે તે સર્વસંમત હેતા નથી. જ્યારે બૌદ્ધપરંપરા વસ્તુમાત્રમાં અનિત્યત્વ સિદ્ધ કરે ત્યારે તેને મતે સત્વ હેતુ સહેતુ છે, પણ અન્ય પરંપરાઓને તે અનુમાન માન્ય નથી. - જૈનપરંપરા વસ્તુમાત્રમાં પરિણામિત્વ સિદ્ધ કરવા સત્વને સહેતુ ઠરાવે છે, ત્યારે તે અન્ય પરંપરાસંમત નથી હોતો. એવા જ દાખલાઓ બીજી પરંપરાઓને સંમત એવા અનુમાન પ્રકાર વિશે સરલતાથી આપી શકાય. આમ હોવાથી અને કેટલેક સ્થળે વરતુસ્વભાવની વિચિત્રતાને લીધે હેતુના અનેક પ્રકારે પડી જાય છે. કેઈ હેતુ એ હોય છે કે તેની પક્ષથી ભિન્ન સ્થળમાં અથવ્યક્તિ બતાવી શકાતી નથી, પણ વ્યતિરેક વ્યાપ્તિ બતાવી શકાય છે. એવા કેવલવ્યતિરેક હેતુને પણ સહેતુમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક હેતુ એવા હોય છે કે તેની વ્યતિરેક વ્યાપ્તિ વાસ્તવિક વિપક્ષમાં મળતી જ નથી. તેવા કેવલાન્વયી હેતુને પણ સહેતુમાં સ્થાન મળ્યું છે. જ્યાં સીધી રીતે હેતુનું અસ્તિત્વ પક્ષમાં બતાવાતું ન હોય ત્યાં પણ તેને સહેતુ માની લેવામાં કેટલાકને કશો પણ બાધ દેખાતો નથી. જ્યાં અન્વય અને વ્યતિરેક બને સુલભ હોય ત્યાં તે સહેતુ વિશે મતભેદને સ્થાન જ નથી. આ રીતે પક્ષ અને સાધ્ય આદિના વૈવિધ્યને લીધે તેમ જ, સાંપ્રદાયિક માન્યતાભેદને લીધે લિંગના અનેક પ્રકારો પડી જાય છે. તે બધા માંથી વ્યાપ્તિને દર્શાવતું કોઈ એક જ સ્વરૂપ નક્કી કરવું તે સરલ નથી. તેમ છતાં એવું સ્વરૂપ નક્કી કરી તે પ્રમાણે પિતતાની તર્કપરંપરા સ્થાપવાના. અનેક પ્રયત્ન થયા છે. દરેક પ્રયત્ન કાર પિતાની જ રીતમાં અન્ય પરંપરાઓની રીતિને સમાવવાને પણ પ્રયત્ન કરે જ છે. દા. ત. અર્થોપત્તિને જુદું પ્રમાણું. માનનાર મીમાંસક આદિ અન્યથાનુપપત્તિને જ મુખ્ય આશ્રય લઈ તેને આધારે ઇષ્ટ સિદ્ધ કરે છે ત્યારે એ જ અથપત્તિના બધા દાખલાઓને, અથપત્તિને અનમાનમાં સમાવનાર બધા જ તાર્કિકે, પિતાની પક્ષ–સપક્ષ-વિપક્ષની કલ્પના દ્વારા અનુમાનમાં ઘટાવે છે. અન્વયવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર જયારે પક્ષભિન્નમાં તે દર્શાવવી અશક્ય હોય ત્યારે પક્ષના એક જ ભાગમાં અગર પક્ષની અંદર જ તે ધટાવી લે છે. વ્યતિરેક વ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કલ્પનાથી વિપક્ષ સરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34