Book Title: Hetubinduno Parichaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 27
________________ - ૯૦ 1 દર્શન અને ચિંતન અવધારણા તેમ જ બન્નેનું કારણ, (૫) શ્લિષ્ટ નિર્દેશકથન, (૬) વાભાસનું લક્ષણ - કહેવાનું કારણ. ૩. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાને નિયમ, (૩) નિયમનું કારણ, (૪) વિપક્ષનિવૃત્તિ. ૨ ખરી રીતે જોતાં જે પ્રથમ ત્રણ અર્થે સૂચવ્યા છે તેમાં જ બાકીનાને સમાવેશ થઈ જાય છે. સાહચર્યાનિયમ, અવ્યભિચારનિયમ, અવિનાભાવનિયમ, અન્યથાનુપપતિ એ બધા વ્યાપ્તિના પર્યાય છે, જેમાંથી અન્યથાનુપપત્તિ શબ્દ જૈન પરંપરામાં વિશેષે પ્રસિદ્ધ છે. અનુમાનને પ્રમાણુ માનનાર હરકોઈ વ્યાપ્તિ સ્વીકારીને જ ચાલે છે, અને તે જેમાં જેમાં સાધ્યની વ્યાપ્તિ માનતે હોય તે બધાને સહેત કહે છે. આ તત્વ સર્વ અનુમાનવાદીઓને સમાન છે, તેમ છતાં વ્યાપ્તિના “નિયામક તત્ત્વ વિશે મતભેદ છે. ન્યાય, વૈશેષિક, જૈન આદિ તાર્કિકે સાધ્ય અને હેતુ વચ્ચે સાહચર્યનિયમ કે અવ્યભિચારનિયમના નિયામક તરીકે સંબધેની મર્યાદા આંકતા નથી; જ્યાં જે સંબંધ હોય તે સંબંધ માનીને ચાલે છે. એટલે તેમને મતે સંગ, એકાયંસમવાય વગેરે અનેક સંબધે વ્યાપ્તિના -નિયામક બની શકે છે, પણ બૌદ્ધપરંપરા એમ ન માનતા માત્ર તાદામ્ય અને કાર્યકારણુભાવ એ બે સંબંધોને જ વ્યાપ્તિના નિયામક માને છે. બૌદ્ધપરંપરાનુસાર અન્ય પરંપરાસંમત વધારાના બધા જ સંબંધ ઉક્ત બે સંબંધમાં જ સમાઈ જાય છે. દિનાગ પહેલાં બૌદ્ધપરંપરામાં આ માન્યતા સ્વષ્ટ થઈ હશે કે નહિ તે અજ્ઞાત છે, કારણ કે યોગચયભૂમિશાસ્ત્રમાં જે જે અનુમાનના પ્રકારે આપ્યા છે તે ઉપરથી મૈત્રેયનાથ બે જ સંબંધ માનતા હોય તેમ લાગતું નથી (જુઓ Docrines of Maitrayanath and Àsagna, p. 67), પણ દિનાગથી માંડી આગળના બધા જ બૌદ્ધ તાર્કિકોએ એ બે સંબંધને જ વ્યાપ્તિનિયામક તરીકે માની તેમાં બાકીના બધા સંબધે ધટાવ્યા છે. બૌદ્ધપરંપરાની આ માન્યતા સામે ન્યાય-વૈશેષિક-મીમાંસકજૈન આદિ પરંપરાઓ તિપિતાના મંતવ્યો રજૂ કરી દર્શાવે છે કે હેતુ– સાધના તાદાભ્યસંબંધ તેમ જ કાર્યકારણસંબંધ ઉપરાંત સહચાર અને કમ પણ વ્યાપ્તિના નિયામક બને છે. આ વિધી માન્યતાનું હેબિનમાં વિસ્તારથી અને સચોટપણે ખંડન કરવામાં આવ્યું છે. ૧. હેતુ બિન્દુ પૃ. ૧. ૫. ૨૭. ૨, કર્ણગમી ટીકા ૫. ૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34